કોઈપણ કાર્ય કરતાં પહેલાં તેના અંગે પૂર્વવિચારણા કરવામાં આવે તો તે કાર્યનાં અપેક્ષિત પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. આ પૂર્વવિચારણા એટલે આયોજન. આયોજન એ સાધનો અને શક્તિનો કરકસરયુક્ત ઉપયોગ કરી ચોક્કસ સમયમાં અપેક્ષિત હેતુઓને સિદ્ધ કરવાની યોજના છે. ગૃતિકના મતાનુસાર, “ જે કરવાનું છે તેની વિસ્તૃત રૂપમાં રૂપરેખા તૈયાર કરવી અને સાહસ કે કાર્ય માટે નિયત કરેલા ધ્યેયની સિદ્ધિ માટે જે પદ્ધતિનો ઉપયોગ કરવાનો હોય તે નક્કી કરવાં. ”