નવી શિક્ષણ નીતિ મુદ્દે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કર્યુ, ધોરણ 6થી 8માં 10 દિવસ માટે વિદ્યાર્થીઓને મનોરંજન જેવી પ્રવૃત્તિઓ કરાવામાં આવશે, સુથારીકામ, મેટલવર્ક, બાગકામ, માટીકામ સહિતની પ્રવૃતિઓ કરાવાશે
નવી શિક્ષણ નીતિને લઈને શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કર્યું છે. નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓ 10 દિવસ માટે બેગલેસ શિક્ષણ મેળવશે. તેમણે ટ્વીટ કરી જણાવ્યું છે કે, ધોરણ 6થી 8માં 10 દિવસ માટે વિદ્યાર્થીઓને મનોરંજન જેવી પ્રવૃત્તિમાં જોડવામાં આવશે
નવી શિક્ષણ નીતિ મુદ્દે શિક્ષણમંત્રીએ કર્યુ ટ્વીટ
નવી શિક્ષણ નીતિ મુદ્દે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરી જણાવ્યું છે કે, ધોરણ 6થી 8માં 10 દિવસ માટે વિદ્યાર્થીઓને મનોરંજન જેવી પ્રવૃત્તિમાં જોડવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓને પોતાના રસ અને વલણ અનુસાર શિક્ષણ આપવામાં આવશે, વિદ્યાર્થીઓને સુથારીકામ, મેટલવર્ક, બાગકામ, માટીકામ સહિતની પ્રવૃતિઓ કરાવાશે.