નવા વર્ષે કર્મચારીઓને મલશે ખુશખબર!
ડિસેમ્બર 2021ના અંત સુધીમાં કેન્દ્રના કેટલાક વિભાગોમાં પ્રમોશન થશે. આ ઉપરાંત Budget 2022 અગાઉ ફિટમેન્ટ ફેક્ટર (Fitment factor) અંગે પણ ચર્ચા થઈ રહી છે જેના પર નિર્ણય આવી શકે છે. આ બધી બાબતો શક્યતાઓ પર નિર્ભર હોય છે જો આમ થયું તો ન્યૂનતમ પગાર (Minimum basic salary) માં પણ વધારો થશે. પરંતુ હાલ મોંઘવારી ભથ્થાને લઈને AICPI ઈન્ડેક્સનો આંકડો શું કહે છે તે આવો જાણીએ.
AICPI આંકડાથી નક્કી થશે DA
એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ જાન્યુઆરી 2022માં પણ મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થઈ શકે છે. એટલે કે 3 ટકા વધારો થતા કુલ ડીએ 31 ટકાથી વધીને 34 ટકા થઈ શકે છે. AICPI ના આંકડા મુજબ હાલ સપ્ટેમ્બર 2021 સુધીના આંકડા સામે છે. એ પ્રમાણે મોંઘવારી ભથ્થું (DA) 32.81 ટકા થઈ ચૂક્યું છે. જૂન 2021 સુધીના આંકડા પ્રમાણે જુલાઈ 2021 માટે મોંઘવારી ભથ્થું 31 ટકા વધારી ચૂકાયું છે. હવે તેની આગળના આંકડા મુજબ DA ની ગણતરી થશે અને તેમા સારો વધારો જોવા મળી રહ્યો છે.
DA ગણતરી જુલાઈ 2021થી
મહિનો અંક DA ટકાવારી
જુલાઈ 2021 353 31.81%
ઓગસ્ટ 2021 354 32.33%
સપ્ટેમ્બર 2021 355 32.81%
ઓક્ટોબર 2021 – –
નવેમ્બર 2021 – –
ડિસેમ્બર 2021 – –
DA અંકની ગણતરી
જુલાઈ માટે ગણતરી – 122.8* 2.88= 353.664
ઓગસ્ટ માટે ગણતરી – 123* 2.88= 354.24
સપ્ટેમ્બર માટે ગણતરી – 123.3* 2.88= 355.104
3 ટકાનો થશે ડીએમાં વધારો
ઉપર અપાયેલા આંકડા જોઈએ તો સપ્ટેમ્બર 2021 સુધીમાં મોંઘવારી ભથ્થું 33 ટકા થઈ ચૂક્યું છે. એટલે કે એ પ્રમાણે તેમાં 2 ટકાનો વધારો થઈ ચૂક્યો છે. જો કે હજુ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના આંકડા આવ્યા નથી. આશા વ્યક્ત કરાઈ રહી છે કે તેમાં હજુ એક ટકાનો વધારો થઈ શકે છે. જો ડિસેમ્બર 2021 સુધીમાં CPI(IW) નો આંકડો 125 સુધી રહેશે, તો મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો નિશ્ચિત છે. એટલે કે કુલ ડીએ 3 ટકા વધારીને 34 ટકા થઈ જશે. જેની ચૂકવણી જાન્યુઆરી 2022થી થશે અને કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો થઈ જશે.