બદલી ઓર્ડર બાબત સૂચના
વિધાનસભાની ચૂંટણીને કારણે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા હાલ પૂરતા બદલીના ઓર્ડર આપવાનું મોકુફ રાખવામાં આવ્યા હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે સાંપડતી માહિતી અનુસાર, પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી શિક્ષણ જગતમા જગ બત્રીસીએ ચઢયો છે. શિક્ષણ વિભાગ દ્વારા આ વખતે 100 ટકા જગ્યા પર બદલીઓ કરવાનો નિર્ણય કર્યો હતો .જેમા પ્રથમ વધ – ઘટના બદલી કેમ્પ યોજાયા બાદ હવે જિલ્લા આંતરિક ઓનલાઈન બદલી કેમ્પની પ્રક્રિયા હાથ ધરી હતી.જેમાં જિલ્લાની અંદર જ એક તાલુકામાથી બીજા તાલુકામાં જવા માટે શિક્ષકોએ ઓનલાઈન અરજી કરવાની હતી .આ કેમ્પ બે તબક્કામાં યોજાશે .જેમાં પ્રથમ તબક્કાના ઓનલાઈન ઓર્ડર 25 અને 26 નવેમ્બર એમ બે દિવસ દરમિયાન થવાના હતા . પરંતુ વિધાનસભાની ચૂંટણીની લાગુ થયેલી આચાર સંહિતાના કારણે ઓનલાઈન થનાર ઓર્ડરની પ્રક્રિયા હાલ પૂરતી મોકૂફ રખાઈ છે . જેથી હવે આ બદલી કેમ્પના ઓર્ડર ચૂંટણી પછી એટલે કે, આગામી 10મી ડિસેમ્બર બાદ થશે. તેમ શિક્ષણ વિભાગે જણાવ્યુ હતું.