ગ્રામપંચાયતો નો ચૂંટણી જંગ ડિસેમ્બર-22ના અંતમાં જાહેરનામુંબહાર પડાય તેવી શક્યતા

“ડિસેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં જાહેરનામું બહાર પડાય તેવી વકી “ 192 જેટલા સભ્યો ચૂંટવા પેટા ચૂંટણી કચ્છમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે મતદાન પ્રક્રિયા સંપન્ન થઇ ગઇ અને તા.9-12, ગુરૂવારના પરિણામ જાહેર થવાનું છે.

હવે સંભવત જાન્યુઆરીમાં કયાંક માત્ર સરપંચ તો ક્યાંક માત્ર સભ્ય અને મુદત પૂર્ણ થઇ ગઇ છે તેવા અમુક ગામોમાં સામાન્ય ચૂંટણી સહિત કચ્છના 267 ગામોમાં ગ્રામપંચાયતની ચૂંટણી યોજાવાની છે અને આ માટે ડિસેમ્બર-22ના અંતમાં જાહેરનામુંબહાર પડાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

કચ્છની 73 જેટલી ગ્રામપંચાયતોની મુદત ગત એપ્રિલથી સપ્ટેમ્બર મહિના દરમ્યાન પૂર્ણ થઇ ગઈ છે અને વિધાનસભાનીસામાન્ય ચૂંટણી પહેલા ગ્રામીણ સંસદરૂપી ગ્રામપંચાયતોની ચૂંટણીઓ યોજાશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું અને ગામડાઓમાં ચુનાવી ગરમાવો આવી ગયો હતો.

જો કે, તે પહેલા વિધાનસભાની ચૂંટણી યોજવાનું નક્કી થતાં જે ગ્રામપંચાયતોની મુદત પૂર્ણ થઇ ગઇ છે તે ગ્રામપંચાયતોમાં હાલે વહીવટદારનું શાસન છે. વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે મતદાન પૂર્ણ થઇ ગયું છે અને ગુરૂવારે પરિણામ જાહેર થવાનું છે પરંતુ ત્યારબાદ પણ કચ્છમાં ચૂંટણીની ચર્ચા જારી રહેશે કે કે, ત્યારબાદ વિભાજનના કારણે 2 તેમજ અંદાજિત 73 ગ્રામપંચાયતોની સામાન્ય ચૂંટણી અને 192 સભ્યોને ચૂંટી કાઢવા માટે પેટા ચૂંટણી યોજાવાની છે.

સંભવતઃ જાન્યુઆરીના પ્રારંભે કચ્છની 267 ગ્રામપંચાયતોમાં ચૂંટણી યોજાશેડિસેમ્બર મહિનાના અંતમાં જાહેરનામું બહાર પડાય તેવી શક્યતા છે અને જો તેમ થાય તો જાન્યુઆરીમાં ગ્રામપંચાયતોની ચૂંટણીઓ યોજાશે. મુદત પૂર્ણ થઇ ગઇ છે તેવી 73 જેટલી ગ્રામપંચાયતોમાં સામાન્ય ચૂંટણી, છેસામાન્ય ચૂંટણી પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકો પર સામાન્ય ચૂંટણી, વિભાજનથી નવી અસ્તિત્વમાં આવેલી ગ્રામપંચાયતોની ચૂંટણી તેમજ તા.19-12-21ના યોજાયેલી ગ્રામપંચાયતોની ચૂંટણીઓમાં મતદાન પહેલા હરીફ ઉમેદવારનું અવસાન થયું હોય અથવા તો ચૂંટણી રદ થઇ હોય તેવા કિસ્સામાં જે-તે ગ્રામપંચાયતોમાં કયાંક માત્ર સરપંચ તો કયાંક સભ્ય માટે ચૂંટણી યોજાવાની છે અને કુલ મળી અંદાજિત 267 ગામોમાં ચૂંટણી યોજાવાની છે.

જિલ્લાની 13 જેટલી ગ્રામપંચાયતોમાં યોજાવાનીભુજ તાલુકાની 24, માંડવીમાં 14, મુન્દ્રા 16, અંજાર 7, ભચાઉ 1, રાપર 6 અને અબડાસા તાલુકાની 5 ગ્રામપંચાયતો મળીને અંદાજિત 73 ગ્રામપંચાયતોની સામાન્ય ચૂંટણી યોજવાની છે, જે અંગેનું રોટેશન બહાર પડી ગયું છે ત્યારે જે ગામોમાં ચૂંટણીઓ યોજવાની તે ગામોમાં અત્યારથી ગરમાવો જોવા મળી રહ્યો છે.

Updated: December 4, 2022 — 8:32 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *