ગુજરાત સરકાર દ્વારા વર્ગ પ્રી-મેટ્રિક, પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃતિ

ગુજરાત સરકાર દ્વારા વર્ગ પ્રી-મેટ્રિક, પોસ્ટ-મેટ્રિકના વંચિત વિદ્યાર્થીઓ અને નબળા વર્ગના વિદ્યાર્થીઓને તેમનો ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખવા માટે ગુજરાત શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિ શાળા તેમજ કોલેજ સ્તર માટે આપવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય 12મા ધોરણ પછી અભ્યાસ ચાલુ રાખવા ઈચ્છુક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવાનો છે. આ શિષ્યવૃત્તિઓ વિશે વધુ જાણવા માટે સત્તાવાર વેબસાઇટ www.digitalgujarat.gov.in ની મુલાકાત લેવાની જરૂર છે.

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2022 માટે કોણ અરજી કરી શકે છે?

સત્તાવાર સમાચાર મુજબ, અભ્યાસક્રમોમાં સારું પ્રદર્શન કરી રહેલા વિવિધ ઉમેદવારો આ શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકે છે. ધોરણ 11 થી અનુસ્નાતક સ્તર સુધીના વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2022 માટે અરજી કરી શકે છે. તેઓએ એ પણ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે ફોર્મ છેલ્લી તારીખ પહેલા ભરવામાં આવે. સબમિટ કરેલું ફોર્મ કોઈપણ પ્રકારની ભૂલથી મુક્ત હોવું જોઈએ જો કોઈ વિસંગતતા જણાય તો તે સત્તાધિકારી દ્વારા નકારવામાં આવી શકે છે.

સમાજના પછાત વિભાગમાંથી આવતા તમામ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પ્રદાન કરવાની ગુજરાત સરકાર દ્વારા એક પહેલ છે. ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ દ્વારા, કોઈપણ સંસ્થા હેઠળ વિવિધ પ્રકારના અભ્યાસક્રમો ચલાવતા વિદ્યાર્થીઓ આ યોજનાઓ માટે અરજી કરી શકે છે. સરકાર આ પોર્ટલ હેઠળ લગભગ 34 પ્રકારની શિષ્યવૃત્તિ ઓફર કરી રહી છે. દરેક શિષ્યવૃત્તિમાં પાત્રતાની આવશ્યકતાઓ અનુસાર માપદંડ હોય છે.

Official Source website for digital scholarship  –

 Official Website

Official AdvertisementOnline Application

Digital Gujarat Scholarship Notification 2022

Digital Gujarat સ્કોલરશીપ 2022 : નિયામકશ્રી, વિકસિત જાતિ કલ્યાણ/આદિજાતિ વિકાસની કચેરી/અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ધોરણ 11-12, ડિપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, અનુસ્નાતક, પીએચડી,એમફીલ કક્ષાના અભ્યાસક્રમની વર્ષ 2022-23ની શિષ્યવૃત્તિ મેળવવા માટે Digital Gujarat Portal પર તારીખ 15 સપ્ટેમ્બર 2022 થી 10 ડિસેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022 રજીસ્ટ્રેશન

  • સૌપ્રથમ વિદ્યાર્થીઓએ Digital Gujarat Portal પર Citizen તરીકે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • નવું રજીસ્ટ્રેશન આધાર નંબર, મોબાઈલ નંબર, Email ID તેમજ નક્કી કરેલા પાસવર્ડ દ્વારા કરવાનું રહેશે, જે કાયમી સાચવી રાખવાનો રહેશે.
  • રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ પોતાના મોબાઈલ નંબર, ઈમેલ ID, યુઝરનેમ તથા જે પાસવર્ડ બનાવેલો હોય તેનો ઉપયોગ કરી પુન: લોગીન કરી પોતાની પ્રોફાઈલ અપડેટ કરવાની રહેશે.
  • જે વિદ્યાર્થી અગાઉ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પ્રોફાઈલ રજીસ્ટ્રેશન કરાવેલ હોય (જેમ કે અગાઉના વર્ષ 2017-18, વર્ષ 2018-19, વર્ષ 2019-20, વર્ષ 2020-21 કે વર્ષ 2021-22માં શિષ્યવૃત્તિ યોજના માટે ઓનલાઈન અરજી કરેલ હોય, ટેબલેટ માટે અરજી કરેલ હોય કે પોર્ટલની અન્ય શિષ્યવૃત્તિ યોજનાઓમાં લાભ લેવા અરજી કરેલ હોય) તેઓએ ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે નહિ. તેઓ અગાઉના Login ID-Password વડે લોગીન કરી જે તે લાગુ પડતી યોજનામાં સીધી અરજી કરી શકશે.
  • જે વિદ્યાર્થીઓ ગત વર્ષનો પોતાનો ID-Password ભૂલી ગયેલ હોય તે વિદ્યાર્થીઓએ “Forger Password” પર ક્લિક કરી પોતાના રજીસ્ટર્ડ મોબાઈલ પર OTP મેળવી નવો પાસવર્ડ બનાવી લેવાનો રહેશે. નવો પાસવર્ડ મળ્યા બાદ પોતાનો મોબાઈલ નંબર User ID રહેશે અને પાસવર્ડ જે નવો બનાવેલ છે તે રહેશે. “Forger Password” મેનુ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગીન પેજ પર ઉપલબ્ધ છે.
  • જે વિદ્યાર્થીઓનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ખોવાઈ ગયેલ હોય કે કોઈ કારણસર બંધ થઇ ગયેલ હોય તો તેવા વિદ્યાર્થીઓ જીલ્લાની SC/ST/OBC કચેરીનો સંપર્ક કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી પોતાની પ્રોફાઈલમાં નંબર બદલાવી શકે છે.

Updated: November 18, 2022 — 11:25 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *