ભારતનો વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રોમાં સમાવેશ કરવાનું ફરી વચન આપ્યું
22 જાન્યુઆરીએ દરેક ઘરમાં રામ જ્યોતિ પ્રગટાવવા વડાપ્રધાન મોદીનું આહ્વાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પ્રામાણિકતાના મહત્ત્વ પર ભાર મૂકીને શાસનના ભગવાન રામના સિદ્ધાંતનો ઉલ્લેખ કર્યો હતો અને લોકોને 22 જાન્યુઆરીએ રામ જ્યોતિ પ્રગટાવવાનું આહ્વાન કર્યું હતું, જે લોકોના જીવનમાંથી ગરીબી નાબૂદીની એક પ્રેરણા બનશે.

મોદીએ ભારતને વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રોમાં સમાવેશ કરવાનું પણ ફરી વચન આપ્યું હતું અને તેને મોદી ગેરંટી ગણાવી છે. તેઓ તેમના ત્રીજા કાર્યકાળમાં લોકોના સમર્થન સાથે આ લક્ષ્ય પૂર્ણ કરવા માગે છે.
મહારાષ્ટ્રના સોલાપુરમાં PMAY-અર્બન હેઠળ 90,000થી મકાનોનું લોકાર્પણ કરતાં વડાપ્રધાન મોદી ભાવુક થયા હતા અને જણાવ્યું હતું કે તેઓ આ ઉદ્દેશ સાથે વ્યક્તિગત જોડાણ ધરાવે છે, કારણ કે તેમને પણ યુવાનીમાં આવા ઘરમાં રહેવાની ઇચ્છા થતી હતી. તેમણે શેરી વિક્રેતાઓ માટે માઈક્રો ક્રેડિટ લોન સુવિધા PM-સ્વનિધિના 10,000 લાભાર્થીઓને
પ્રથમ અને બીજા હપ્તાઓના વિતરણનું પણ કર્યું હતું. રાજ્યમાં અંદાજે રૂ.2,000 કરોડના આઠ અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (AMRUT) પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યા બાદ PMએ ભારતને ટોચના ત્રણ વૈશ્વિક અર્થતંત્રો માટેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
બેંગલુરુમાં નવા બોઈંગ કેમ્પસનું ઉદ્ધાટન વડાપ્રયાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બેંગલુરુમાં નવા બોઈંગ ઈન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટર (BIETC) કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ કેમ્પસ ઈનોવેશનનું હબ બનશે અને ઉડ્ડયન ક્ષેત્રમાં પ્રગતિને વેગ આપશે.
મોદી સરકારના 10 વર્ષ પૂર્વોત્તર માટે સુવર્ણ યુગઃ અમિત શાહ
શિલોંગ : મોદી સરકાર હેઠળના છેલ્લાં દસ વર્ષને ઉત્તરપૂર્વના રાજ્યો માટે સુવર્ણ યુગ લેખાવીને ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે આ સમયગાળામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને સંઘર્ષના સમાધાનમાં અસાધારણ પ્રગતિ થઈ છે. ઉત્તરપૂર્વ આજે નાકાબંધી અને અશાંતિના ઇતિહાસથી દૂર જઈને શાંતિ અને વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. શિલોંગમાં નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલ (એનઈસી)ના 71મા સત્રને સંબોધતા ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણથી ઈશાન ભારત અને બાકીના ભારત વચ્ચેનું માત્ર અંતર જ ઘટ્યું નથી, પરંતુ તેનાથી મનનું અંતર પણ ઘટયું છે. મોદીની સરકાર હેઠળના છેલ્લા 10 વર્ષ પૂર્વોત્તર માટે સૌથી મહત્વપૂર્ણ દાયકો રહ્યો છે, કારણ કે આઝાદી પછીના 75 વર્ષોમાં છેલ્લાં દાયકામાં સૌથી વધુ વિકાસ જોવા મળ્યો છે. અગાઉ પૂર્વોત્તર રાજ્યોએ વંશીય, ભાષાકીય, સરહદી અને ઉંગ્રવાદી જૂથોને કારણે વિવિધ સમસ્યાઓ સાથે સંઘર્ષ કર્યો હતો, પરંતુ આ 10 વર્ષમાં શાંતિના નવા અને ટકાઉ યુગની શરૂઆત થઈ છે.