૬,૪૦૦ પ્રાથમિક શાળાઓમાં વહીવટી કામગીરી માટે શાળા સહાયકો નિમાશે
પ્રાથમિક શાળાઓમાં બિન શૈક્ષણિક સ્ટાફની અછતના કારણે વહીવટી કામગીરીનું ભારણ શિક્ષકો પર પડે છે. અને તેની અસર સીધી બાળકોના શૈક્ષણિક કાર્ય પર વર્તાય છે. જેથી ૩૦૦થી વધુ સંખ્યા ધરાવતી ૪,૬૦૦ શાળાઓ અને ૩૦૦ કરતાં ઓછી સંખ્યા ધરાવતી ૧,૮૦૦ પે-સેન્ટર શાળાઓ મળી અંદાજે ૬,૪૦૦ શાળાઓમાં શાળા સહાયકો નિમાશે. જે કોમ્પ્યુટર લેબ, બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેવી કે દૈનિક રિપોર્ટીંગ, રેકોર્ડ રાખવા, ઓનલાઈન કામગીરી પણ કરશે. જેના માટે બજેટમાં રૂ.૮૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
