સરકાર મોંઘવારી ભથ્થામાં કરી શકે છે 4 ટકાનો વધારો, સાથે મળશે DA એરિયર
મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો
મોદી સરકાર એક કરોડ કર્મચારીઓ અને પેન્શનર્સને મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાની ભેટ આપશે. ત્યારબાદ મોંઘવારી ભથ્થું વધીને 46 ટકા થઈ જશે. વર્તમાનમાં કેન્દ્રીય કર્મચારીઓને 42 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે.
સાથે મળશે ડીએ એરિયર
આશા છે કે સપ્ટેમ્બરમાં ડીએમાં 4 ટકાનો વધારો થઈ શકે છે. ત્યારબાદ કર્મચારીઓનું ડીએ 46 ટકા થઈ જશે. તેને 1 જુલાઈ 2023થી લાગૂ કરવામાં આવશે. તેવામાં 2 મહિનાનું એરિયર પણ આપવામાં આવશે. તેનાથી 1 કરોડ કર્મચારીઓ અને પેન્શનર્સને ફાયદો થશે. આ પહેલા માર્ચ 2023માં ડીએ વધારી 42 ટકા કરવામાં આવ્યું હતું.
આવા ન્યુઝ ફાસ્ટ મેળવવા માટે અમારી whatsapp ચેનલને ફોલો કરવા અહી ક્લિક કરો