પુખ્ત વિચારણાને અંતે, શિક્ષણ વિભાગના વંચાણે લીધા ક્રમાંક (૧) સામેના તારીખ ૧૨/૧૧/૨૦૨૪ના ઠરાવમાં નીચે મુજબની સ્પષ્ટતા/જોગવાઈ કરવામાં આવે છે.
1. ઉક્ત ઠરાવના જોગવાઈ નં.(૨)(બ) અને (૫)(બ) માં દર્શાવેલ દંપતિના કિસ્સાનો લાભ જે શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકના પતિ/પત્ની ભારત સરકારના કર્મચારી તથા રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારી તરીકે નિયમિત નિમણૂંકથી ફરજ બજાવતા હોય તેઓને પણ મળવાપાત્ર થશે.
2. ઉકત ઠરાવની જોગવાઈ નં. (૪)માં સમાવિષ્ટ કોષ્ટકના ક્રમ ૨ સામે “પતિ પત્નીની સરકારી નોકરી-કેટેગરી માટે” ના સ્થાને “દંપતિ કેસ માટે” મુજબનો સુધારો કરવામાં આવે છે.
3. ઉક્ત ઠરાવની જોગવાઈ નં. (૪) મુજબની મેરિટ સિસ્ટમના કોષ્ટકના ક્રમ ૩ સામે પરિણામ આધારિત પોન્ટસની જોગવાઈ યથાવત રાખી, તેની નીચે વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે રાખેલ ગુણાંકનની ટકાવરીની નોંધ રદ કરવામાં આવે છે.
