સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, મોંઘવારી ભથ્થામાં આવતા વર્ષે થશે આટલો વધારો

નવી દિલ્હી:  કેન્દ્રીય કર્મચારીઓની સેલેરીમાં આવતાં વર્ષે વધારો થઇ શકે છે. વર્ષમાં બે વાર ડીએ વધતું હોય છે  સરકાર આવતાં વર્ષની શરૂઆતમાં મોંઘવારી ભથ્થું DAમાં વધારો કરી શકે છે. મોંઘવાકી ભથ્થામાં દરવર્ષે 2 વખત વધારો કરવામાં આવે છે. કેન્દ્રીય કર્મચારીઓને જૂલાઇ 2022થી 38% મોંઘવારી ભથ્થું મળતું હતું. ડીએમાં વધારો ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ AICPIનાં આંકડાઓને આધારે કરવામાં આવે છે. કર્મચારીઓને સરકાર DA ફાળવે છે તો પેન્શનર્સને DR એટલે કે મોંઘવારી રાહત આપવામાં આવે છે.

જાન્યુઆરી 2023માં DAમાં થશે વધારો
મોંઘવારી ભથ્થાંમાં હવે વધારો જાન્યુઆરી 2023માં થશે. જૂલાઇથી સપ્ટેમ્બર સુધી મોંઘવારીનાં આંકડાઓ આવી ચૂક્યા છે અને નવેમ્બરનાં અંતમાં ઓક્ટોબરની મોંઘવારીનાં આંકડા મળી જશે. એક્સપર્ટ્સનું કહેવું છે કે DAમાં આવતાં વર્ષે 4% જેટલો વધારો શક્ય છે. જો એવું થાય છે તો મોંઘવારી ભથ્થું વધીને 42% જેટલી થઇ શકે છે.  પાછલા મહિને રિટેલમાં મોંઘવારી ઓછી જોવા મળી પરંતુ ગ્લોબલ ઇન્ફેલેશન અત્યારે પણ ઉપર વધેલ દેખાઇ રહી છે. આ તમામ માહિતી અમને vtv સમાચાર પાસેથી પ્રાપ્ત થઇ રહી છે

વધુ માહિતી માટે અહી ક્લિક કરો

Updated: November 25, 2022 — 7:17 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *