શાળા બહારના બાળકોનો સર્વે બાબત

✍️🔰📚 શાળા બહારના બાળકોનો સર્વે બાબત

સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદા જુદા કારણોથી શાળા બહાર રહેલા ૬ થી ૧૯ વર્ષની વયજૂથના બાળકો અને જેઓ પોતાનું ધોરણ ૧ થી ૧૨નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા શાળા બહારના(Out of School children)તમામ(વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા[Children with Special Need] બાળકો સહિતના)બાળકોનો સર્વે કરી તેમની ઓળખ,નામાંકન, ઓપન સ્કૂલિંગ, મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરી કરવામાં આવે છે.

આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪ અને ૨૫ માટે ઓક્ટોબર માસ દરમિયાન શાળા બહારના તમામ બાળકોનો વિગતવાર સર્વે કરવા માટે જિલ્લા કોર્પોરેશનને અત્રેની કચેરીના તા.૩૦/૦૯/૨૦૨૩ના પત્રથી જણાવેલ.જે થકી વર્ષ ૨૦૨૪-૨૫ના માટે કુલ ૧૧૫૧૨૯ શાળા બહારના બાળકો મળેલ છે.

 

સર્વે એ નિરંતર કાર્યરત પ્રક્રિયા હોઈ જૂન માસમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકોના નામાંકનની પ્રક્રિયા શરૂ થાય છે.તે મુજબ એમ.આઈ.એસ વિભાગના child tracking systemમાંથી આપવામાં આવેલ શાળા બહારના બાળકોની યાદી મુજબ અન્ટ્રેક બાળકો કુલ-૬૧૭૭૯૪ અને ડ્રોપ-આઉટ બાળકો કુલ- ૧૪૦૭૩૬ છે.જે બાળકો કોઇ ન કોઇ કારણોસર અન્ટ્રેક અને ડ્રોપ-આઉટ થયેલ છે બિડાણ-(૧)

ડ્રોપ-આઉટ તેમજ અનટ્રેક રહી ગયેલ બાળકોને શૈક્ષણિક પ્રવાહમાં જોડવા માટે એપ્રિલ માસમાં જિલ્લા કોર્પોરેશન દ્વારા શાળા બહારના બાળકોનો સર્વે કરવાનો થાય છે.

સર્વે  કરવા બાબત નો લેટર ડાઉનલોડ કરો

Updated: February 28, 2024 — 2:10 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *