શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ સંદર્ભે આજે કોન્ફરન્સ પ્રવેશોત્સવ પૂર્વે શિક્ષણ તંત્ર વાલીઓ સાથે બેઠકો યોજશે

આગામી ૯મી જૂનથી ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ કરાશે. તે પહેલા ધોરણ- ૮માંથી ૯માં અને પ્રાથમિક શિક્ષણમાં ધોરણ-પથી ઉપલા વર્ગમાં જવાને તબક્કે રાજ્યમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ સ્કૂલ છોડી રહ્યા છે. ભણવાનું બંધ કરી રહ્યા છે. આથી, સરકારે આ વર્ષે પ્રવેશોત્સવ શરૂ થાય તે પહેલાં જ પ્રત્યેક ગામ અને શહેરી વિસ્તારોમાં પણ જે કોઈ વિદ્યાર્થી શાળા છોડવાના હોય તેમને વાલી સાથે બેઠક યોજીને સમજાવવા સમગ્ર શિક્ષાના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરે તમામ શિક્ષણાધિકારીઓને અને પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરને આદેશ કર્યો છે.

 

જેના અનુસંધાને આવતી કાલે તા.૨૭-પનાં વીડિયો કોન્ફરન્સ પણ યોજાશે, જેમાં કચ્છનાં જિલ્લા શિક્ષણાધિકારી પણ જોડાશે.

આ બાબતે વધુ માહિતી આપતાં જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યની સાથે સાથે કચ્છમાં પણ આગામી ૯મી જૂનથી ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ કરવામાં આવશે.

જેને ધ્યાને લઈને આવતી કાલે તા. ૨૮નાં વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવશે, જેમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને લઈને વિસ્તૃતપણે ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને વિવિધ રૂટ સહિતની બાબતે વિસ્તૃત પૂર્વકનું મંથન કરાશે. આ સિવાય વિદ્યાર્થીઓ ચાલુ અભ્યાસક્રમ છોડી ન દે તે માટે ડ્રોપ આઉટને લઈને પણ વાલી સાથે બેઠક યોજવાનાં મુદ્દે પણ વીસીમાં ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો ઓછો થાય તે બાબત ઉપર પણ ભાર મૂકવામાં આવશે.

Updated: May 28, 2025 — 8:45 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *