વિદ્યાર્થીઓમાં શિક્ષક બનવાનો રસ ઘટતાં નિર્ણય, હવે બીએડ 1 વર્ષમાં જ પૂર્ણ થશે

સંખ્યા ઘટતી હોવાથી એક દાયકા પછી બી.એડને ફરીથી 2ને બદલે એક વર્ષનો કોર્સ કરી દીધો સંખ્યા ઘટતી

વિદ્યાર્થીઓમાં શિક્ષક બનવાનો રસ ઘટતાં નિર્ણય, હવે બીએડ 1 વર્ષમાં જ પૂર્ણ થશે,નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશને 2026થી કોર્સ શરૂ કરવા માટે લીલી ઝંડી આપી

 

એક દાયકા પછી બી.એડ ફરીથી બેને બદલે એક વર્ષનો થશે. નેશનલ કાઉન્સીલ ફોર ટીચર એજયુકેશન દ્વારા આગામી માર્ચ મહિનામાં નીતિ જાહેર કરાશે. એનઈપી હેઠળ ચાર વર્ષનો ગ્રેજ્યુએશન કરનારાઓ માટે એનસીટીઈ ફેરફારો કરશે.

તેમનામાટે એમએડ પણ એક વર્ષનો હશે. નવી શિક્ષણ નીતિ હેઠળ એક વર્ષના બીએડમાં પ્રવેશ માટે ફરજિયાત શરત તરીકે ઉમેદવારે

ચાર વર્ષનો યુજી કોર્સ કરવો પડશે. ત્રણ વર્ષનો યુજી કરનારાઓ માટે બીએડ ફક્ત બે વર્ષનો રહેશે. શિક્ષણ નીતિમાં આ ફેરફાર 2026-27 સત્રથી લાગુ કરવામાં આવશે. 2015 સુધી સ્નાતક થયા પછી ફક્ત એક વર્ષનો બીએડનો કોર્સ હતો. પરંતુ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશનએ તેને બે વર્ષ સુધી લંબાવ્યો. દર વર્ષે પ્રવેશની સંખ્યા ઘટી રહી હતી. નવી શિક્ષણ નીતિના અમલ પછી, બી.એડ.નો સમયગાળો ફરીથી ઘટાડવાનો વિચાર કરવામાં

આવ્યો. બી.એડ સાથે એક વર્ષનો બી.એડ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તાજેતરમાં નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશનએ 2026 થી આ કોર્ષ શરૂ કરવા માટે લીલી ઝંડી આપી છે. પીજી પૂર્ણ કરેલ ઉમેદવારો માટે એક વર્ષના બીએડમાં પ્રવેશનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. બીએડનો સમયગાળો ઘટાડવાથી ફક્ત બી.એડ.માં પ્રવેશ વધશે નહીં વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશનમાં પણ વધુ મહેનત કરશે.

એમ.એડ. માં પણ૨ 1 એક વર્ષનો વિકલ્પ

એક વર્ષની બી.એડ.ની સાથે હવે એક વર્ષની એમ.એડ. ડિગ્રી પણ પૂર્ણ કરવાની તક મળશે. એનઇપી હેઠળ એક વર્ષનો બીએડ કરતા ઉમેદવારો ટૂંકા ગાળાનો એમએડ પણ કરી શકશે. આ સાથે કોઈપણ પ્રવાહમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કરનારા ઉમેદવારોને બી.એડ પછી એક વર્ષ એમ.એડ કરવાની તક પણ આપવામાં આવશે. આ કોર્ષ ફક્ત નિયમિત મોડમાં જ હશે.

ફરીથી એક વર્ષનો બીએડ કોર્સ કરવાનો નિર્ણય કરાયો

શિક્ષક બનવા માટે છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓમાં રસ ઘટી રહ્યો છે. જેના પગલે ફરીથી એક વર્ષનો બીએડનો કોર્સ કરવાનો નિર્ણય કરાયો છે.

Updated: February 20, 2025 — 7:29 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *