કેરા (તા. ભુજ), તા. ૧૨ : પ્રાથમિક નિશાળોમાં ધો. ૮ ભણેલાને વાંચતા-લખતા ન આવડતું હોવાની ફરિયાદો ખિન્નતા ઘણી ચર્ચાય છે. પણ ધોરણ ૧થી ૪ના વર્ગોમાં સોએ સો ટકા બાળકો સરસ વાંચતા-છે અનેક નથી. વાસ્તવમાં શહેરી-ગ્રામ્ય ૨ બન્ને પરિવેશમાં દેકારા વગર કાર્ય કરતા અનેક શિક્ષકોએ પોતાના વર્ગના તમામ બાળકોને પારંગત કર્યા છે તેની વાત લઈ કચ્છી પ્રાચાર્ય કમલેશ મોતાએ રાજ્યમાં પ્રથમ એવો ‘વિદ્યા વરદાન’ પ્રોજેક્ટ શરૂ કરાવ્યો છે.
પોતે માંડવી તાલુકાની ગ્રામ્ય ન સરકારી નિશાળમાં શિક્ષક તરીકે કામ કરતાં અનુભવ્યું કે, ઘણી સહજતાથી વાંચતા -લખતા કરી શકાય છે. બાળકોને રમતાં-રમતાં ‘મનગજ’ પદ્ધતિથી વગર ૩ માત્રાના શબ્દોથી શરૂ કરી આત્મવિશ્વાસ જગાડી પ્રેરિત કરી શકાય છે. જાતે કરેલાં કાર્યની વાત કરતાં મૂળ કચ્છ-મસ્કાના હાલે મોરબી જિલ્લા શિક્ષણાધિકારી અને કચ્છ

ડાયેટના પ્રાચાર્ય પદે ફરજ નિભાવતા કમલેશભાઈ મોતાએ વાંચન-લેખન માટે પ્રેરક કદમ ઉઠાવ્યું છે. તેમણે કહ્યું કે, વર્ગશિક્ષકોને પ્રથમ ઈજન અપાય છે કે તમે તમારા વર્ગના તમામ બાળકોને સુચારુ વાંચતા -લખતા કરો, તે માટે યુક્તિ-પ્રયુક્તિઓ, આચાર્યનું માર્ગદર્શન અને તાલીમ ભવનની
શીખ કામ લાગશે. સતત પ્રેરણા, નિરીક્ષણ અને
ઉત્સાહને સંકોરવાની જરૂર છે. સામાન્ય વાક્યો, શ્રુતલેખન, મૂકવાંચન, મૂખવાંચન, મહાવરો અને ખાસ નિદાન ઉપર તેમણે
કમલેશભાઈ મોતા
ભાર મૂક્યો હતો. જિલ્લામાં જે વર્ગો ૧૦૦ ટકા સિદ્ધિ મેળવે તેને પ્રથમ જે-તે શાળાના આચાર્ય તપાસશે, પછી સીઆરસી, બીઆરસીને જાણ કરશે, આવા વર્ગશિક્ષકોને અદાણી ઉત્થાનના સહયોગથી વિશેષ પુરસ્કાર સાથે જિલ્લા કક્ષાએ સન્માનિત કરાશે. ચાલુ વર્ષે આવા ૭૨ વર્ગશિક્ષકનું તા. ૧૩/૨ના સન્માન થનારું છે.
રાજ્યમાં નવી શિક્ષણનીતિ અનુસાર ૨૦૨૬ સુધી ૧થી
૪ના તમામ બાળકોને વાંચતા-લખતા કરવાની નેમ છે. તે માટે રાજ્યના શિક્ષણ વિભાગ હેઠળ ગુજરાત શે. સંશોધન વિકાસ પરિષદના નિયામક પ્રકાશ ત્રિવેદી, સચિવ એસ. જે. ડુમરાણિયા કાર્ય કરી રહ્યા છે. રાજ્યનો પ્રથમ એવો આ પ્રોજેક્ટ મહારાણી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ હેઠળ છે, જેમાં શ્રી મોતાએ ખૂદ પી.ટી.સી. કરેલ છે. કચ્છ પ્રત્યે વિશેષ લગાવ ધરાવનાર આ અધિકારીનું કહેવું છે કે, મેં કચ્છના વાલીઓની સ્થિતિ જોઈ છે, તેથી વિશેષ પ્રયાસ કરવા પ્રેરાયો છું. ‘વિદ્યા વરદાન’ને શુભેચ્છા આપતાં જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર અને પ્રા. શિક્ષણાધિકારી બી. એમ. વાઘેલાએ શિક્ષકોને જોડાવવા અનુરોધ કર્યો છે. સજા નહીં સકારાત્મકતાને પોષતા પ્રોજેક્ટથી બદલાવ આવશે તેવી શિક્ષણ વર્તુળોમાં આશા જાગી છે.