ફેસ રેકગનિશન પદ્ધતિના અમલ પહેલાં વિભાગ દ્વારા બેઠકોનો દોર શરૂ
રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષકોની હાજરીફેસ રેકગનિશન પદ્ધતિથી પૂરાશે
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોની હાજરી હવે ફેસ રેકનિશન સિસ્ટમથી ભરાય તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. તાજેતરમાં વિવિધ શૈક્ષણિક સંગઠનોના પદાધિકારીઓ સાથે શિક્ષણમંત્રીની બેઠક મળી હતી. જેમાં આ સિસ્ટમનું નિદર્શન પણ કરાયું હતું. આ સિસ્ટમમાં દરેક શિક્ષકે હાજરી પૂરવા માટે પોતાનો લાઈવ ફોટો લેવો પડશે અને ત્યારબાદ જ હાજરી પૂરાશે. શરૂઆતમાં સરકારી શાળાઓમાં અમલ થયા બાદ અન્ય શાળાઓમાં પણ તેના અમલની વિચારણા હોવાનું જાણવા મળે છે.
રાજ્યમાં આવેલી તમામ સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી ઓનલાઈન પૂરવામાં આવે છે. સ્કૂલના શિક્ષકોની હાજરી પણ ઓનલાઈન મોક્લવામાં
આવે છે, જેથી રોજેરોજે કેટલા શિક્ષકો હાજર રહે છે તે અંગેની તમામ માહિતી મળી રહે છે. જોકે, ઓનલાઈન હાજરી વખતે શિક્ષક હાજર ન હોય છતાં તેની હાજરી પૂરાઈ જાય તેમ બની શકતું હોવાથી ઓનલાઈન હાજરીમાં ગેરરીતિની શક્યતા રહેલી છે. ઉપરાંત શિક્ષક સમયસર શાળાએ પહોંચ્યો છે કે કેમ તે અંગેની પણ ચકાસણીમાં મુશ્કેલી પડતી હોય છે.
આમ, ઓનલાઈન હાજરીમાં જે ક્યાશરહીજાયછેતેને દૂર કરવા શિક્ષણ વિભાગ દ્વારા હવે શિક્ષકોની હાજરી માટે નવી પદ્ધતિ અમલમાં મૂકવાની તૈયારી કરી હોવાનું જાણવા મળે છે. હવે સરકારી શાળાઓમાં પણ કોર્પોરેટ
ઓફિસોની જેમ ફેસ રેકગનિશનથી હાજરી પૂરવાનું આયોજન થઈ રહ્યું છે. આ પદ્ધતિનો અમલ શરૂ થાય તે પહેલાં ગાંધીનગરની કેટલીક શાળાઓમાં તેનો પ્રયોગ પણ કરવામાં આવીરહ્યો હોવાનું જાણવા મળે છે અને ત્યાં સારી સફળતા પણ મળી હોવાના દાવા થઈ રહ્યા છે.
આ પદ્ધતિ અમલમાં આવે તે પહેલાં શૈક્ષણિક સંગઠનો પાસેથી પણ મંતવ્યો જાણવાના પ્રયાસ થઈ રહ્યા છે. તાજેતરમાં રાજ્યના શિક્ષણમંત્રીએ ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે વિવિધ શૈક્ષણિક સંગઠનોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ફેસ રેગનિશન પદ્ધતિથી શિક્ષકોની હાજરી પૂરવાને લઈને પ્રેઝન્ટેશન પણ થયું હતું. આમ, હવે શિક્ષણ વિભાગ આ દિશામાં ધીમેધીમે આગળ વધી રહ્યું છે. શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા સૂત્રોનું માનીએ તો, શિક્ષક દિવસથી આ પદ્ધતિનો અમલ શરૂ કરવામાં આવી શકે છે.
