મોંઘવારી બાબત લેટેસ્ટ ન્યુઝ
૩૪ ટકાથી વધારીને ૪૨ ટકા આસપાસ કરાશે : હપ્તાથી ચૂકવાશે : સરેરાશ ૨ થી ૮ હજાર પગાર વધશે
ગુજરાત સરકારના કર્મચારીઓતા મોંઘવારી ભથ્થામાં તુર્તમાં વધારો
પાંચેક લાખ કર્મચારીઓ અને ૪.૯૦ લાખ જેટલા પેન્શનર્સને સીધો આર્થિક ફાયદો કરાવતી જાહેરાતની તૈયારી

રાજકોટ તા. ૧૮ : ભારત સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડીએ)માં ૪% વધારો કર્યા બાદ ગુજરાત સરકાર પણ તે તરફ આગળ વધી રહી છે. રાજ્યના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ વધારવા નાણામંત્રી શ્રી કનુભાઇ દેસાઇની કક્ષાએથી મંજૂરી મળી ગયાનું અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇની આખરી મંજૂરી બાદ એકદમ ટુંક સમયમાં મોંઘવારી ભથ્થા વધારાની જાહેરાત થનાર હોવાનું જાણવા મળે છે.

હાલ રાજ્યના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ ૩૪ ટકા છે. એક જૂલાઇ ૨૦૨૨થી અને ૧ જાન્યુઆરી ૨૦૨૩થી મોંઘવારી ભથ્થુ આપવાનું બાકી છે. સરકાર બંને વધારો સાથે આપે તો ૮%
ના વધારા સાથે મોંઘવારી ભથ્થુ ૪૨% આસપાસ થાય તેવા સંજોગો છે. હાલ મોંઘવારી ભથ્થુ ૩૪% છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થુ ૩૮%થી વધારી ૪૨% કરેલ. હવે રાજ્ય સરકાર મોંઘવારી ભથ્થુ વધારવાની તૈયારીમાં છે. લાભાર્થી કર્મચારીઓને હપ્તાથી મળવા પાત્ર રકમનું ચૂકવણુ થશે.

PIC રાજ્યમાં ૪૫ લાખથી વધુ વર્ગ-૧ થી ૫ લાખ જેટલા નોકરીયાતો છે.અને ૪ લાખથી વધુ પેન્શનર્સ છે. તે તમામને મોંઘવારી ભથ્થા વધારાનો લાભ મળશે. દરેક કર્મચારીના પગાર(પગાર ધોરણને અનુરૂપ)માં સરેરાશ ૨ થી ૮ હજાર વધારો થશે તેમ માનવામાં આવે છે.