મહેસૂલ વિભાગે જમીન ફાળવણીની નીતિ- ૨૦૨૩ જાહેર કરી રિન્યૂએબલ એનર્જીથી ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે સરકારી જમીન ભાડે મળશે

મહેસૂલ વિભાગે જમીન ફાળવણીની નીતિ- ૨૦૨૩ જાહેર કરી રિન્યૂએબલ એનર્જીથી ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે સરકારી જમીન ભાડે મળશે

લઘુતમ ૧ લાખ મેટ્રિક ટન પ્રતિ વર્ષ ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન માટે જમીન ફાળવાશે

પ્રતિ હેક્ટર વાર્ષિક રૂ.૧૫,૦૦૦ ભાડે ૪૦ વર્ષ માટે જમીન મળશે, દર ત્રીજા વર્ષે ૧૫ % વધશે

રિન્યૂએબલ એનર્જી માટે એક લાખ હેક્ટરની ફાળવણી થશે

સરકારી સાહસો દ્વારા ભવિષ્યમાં ગ્રીન ઉર્જાના પ્રોજેક્ટની જરૂરીયાતોને ધ્યાને લઈને લધુત્તમ એક લાખ હેક્ટર સરકારી પડતર જમીન રાજ્ય સરકારની કંપનીઓને

રિન્યુએબલ એનર્જીના વિકાસ માટે ફાળવવા નક્કી થયુ છે. કચ્છમાં હયાત સોલ્ટ બેઝ કેમિકલ ઉદ્યોગોના વિસ્તરણ માટે પણ એક લાખ એકર જમીન અનામત રહેશે.

કાર્બન ઉત્સર્જનની તીવ્રતા ઘટાડવા દિશામાં સોલાર, વિન્ડ, વિન્ડ સોલાર હાઈબ્રિડ એમ રિન્યૂએબલ એનર્જીથી ચીન હાઈડ્રોજનના ઉત્પાદન જરૂરી છે. તે માટે રાજ્યમાં સરકારી ખરાબા કે પડતર જમીન ભાડાપટ્ટે મળશે. મહેસૂલ વિભાગે ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટે સોમવારે જમીન ૮ વર્ષમાં ૧૦૦ ટકા ઉત્પાદન ન કર્યું તો જમીન પાછી લેવાશે ફાળવણી નીતિ- ૨૦૨૩ જાહેર કરી હતી. જેમાં પ્રતિવર્ષ લઘુતમ એક લાખ મેટ્રિક ટન ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન કરી શકે તેવા એકમોને વાર્ષિક પ્રતિ હેક્ટર રૂ.૧૫,૦૦૦ના માડે ૪૦ વર્ષ માટે જમીન મેળશે. અલબત્ત આ ભાડામાં પ્રત્યેક ત્રણ વર્ષે ૧૫ ટકા લેખે વધારો થશે.

ઉત્પાદન ઝડપી થાય તે માટે સંલગ્ન રિન્યુએબલ એનર્જી પ્લાન્ટનો વિકાસ, જમીનનો કબ્જો મળ્યાના ૮ વર્ષમાં પૂર્ણ કરવાનો રહેશે. ૮ વર્ષને અંતે પ્રોજેક્ટની ૧૦૦ ટકા વીજ ક્ષમતા અને તે થકી ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન નહિ થાય તો એવા પ્રોજેક્ટની ક્ષમતા ઘટાડીને બાકીની જમીન સરકાર દ્વારા પરત મેળવવા કાર્યવાહી કરાશે.

મંત્રી પરિષદે ૫ કંપનીઓને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે

૨૮મી એપ્રિલે મળેલી કેબિનેટની બેઠકમાં કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં પાંચ કંપનીઓને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન માટે જમીન અનામત રાખવા સૈધ્ધાંતિક મંજૂરી આપી હતી, જેમાં રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડને ૭૪,૭૫૦ હેક્ટર, અદાણી ન્યુ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને ૮૪,૪૮૬ હેક્ટર, ટોરેન્ટ પાવર લિમિટેડને ૧૮,૦૦૦ હેક્ટર, આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા લિ.ને ૧૪,૩૯૩ હેક્ટર અને વેલસ્પન ગ્રુપ માટે ૮૦૦૦ હેક્ટરનો સમાવેશ થાય છે. આ કંપનીઓ દ્વારા ૩.૨૬ લાખ હેક્ટર જમીનની માંગણી થઈ હતી જેની સામે કેબિનેટે ૧.૯૯ લાખ હેક્ટરને મંજૂરી આપી છે, જેના માટે પ્રતિ હેક્ટર રૂ.૧૫૦૦૦ના દરે ૪૦ વર્ષનો ભાડાપટ્ટો મંજૂર થયો છે, જેનાથી સરકારને અંદાજે રૂ.૨૯૯ કરોડ આવક થશે.

ભારત સરકારે તાજેતરમાં જ રાષ્ટ્રીય ગ્રીન હાઈડ્રોજન મીશન આરંભ્યું છે. જેમાં વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશમાં ૫૦ લાખ મેટ્રીન ટન પ્રતિ વર્ષ ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનનો લક્ષ્યાંક રાખાયો છે. જેથી વર્ષ ૨૦૭૦ સુધી ક્લાઈમેન્ટ ચેન્જની અસરને હળવી અને શુન્ય કાર્બન ઉત્સર્જન કરી શકાય. તેના માટે ગુજરાતમાં ગ્રીન હાઈડ્રોજન યુનિટો વધુ સ્થપાય, વૈશ્વિક સ્તરે સ્ટ્રેટેજિક મહત્વ જળવાય, ઔદ્યોગિક સ્પર્ધામાં મહત્વનો ભાગ ભજવે તે હેતુથી નીતિ તૈયાર કરાઈ છે. એમ મહેસૂલ વિભાગના ઉપસચિવ નિલેશ મોદીની સહીથી પ્રસિધ્ધ ઠરાવમાં કહેવાયુ છે. આ નીતિ હેઠળ રાજ્યમાં ગ્રીન હાઈડ્રોજન માટે સોલાર અથવા વિન્ડ અથવા વિન્ડ- સોલાર હાઈબ્રિડ એનર્જી પ્લાન્ટ વિકસાવવા માંગતા એકમે એક લાખ મેટ્રીક ટન પ્રતિ વર્ષ

ઉત્પાદન કરવુ અનિવાર્ય છે. જમીન માંગણી કર્તા એકમને ૫૦૦ મેગાવોટ રિન્યુએબલ અનર્જીથી વીજ ઉત્પાદન કરવાનો અનુભવ હોવો જોઈશે. અથવા તો પેટ્રોલિયમ, સ્ટીલ, યુરિયા, એમોનિયા, મેટલ, કેમિકલ, ફર્ટિલાઈઝર, પાવરના એવા ઉત્પાદક લાયક ગણાશે કે જેમને વાર્ષિક ગ્રીન હાઈડ્રોજનની જરૂરીયાત એક લાખ

મેટ્રીક ટન કે તેથી વધુ હોય. તદ્ઉપરાંત જમીનની માંગણી માટે પ્રિ-ફિજિબિલિટી રિપોર્ટ સહિતના કેટલાક માંપદંડો નિયત કરાયા છે. ઉલ્લેખનિય છે કે, સરકાર દ્વારા ફાળવાયેલી જમીનમાં ઉત્પન્ન થતી રિન્યુએબલ વીજળી ફક્ત ગુજરાત રાજ્યમાં ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદનમાં જ વાપરવાની રહેશે.

Updated: May 10, 2023 — 9:07 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *