ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મહેસૂલ તલાટીની ભરતી માટેની પ્રાથમિક પરીક્ષાની તારીખ વિશે છે.
મુખ્ય વિગતો
- પરીક્ષાનું નામ: મહેસૂલ તલાટી માટેની પ્રાથમિક પરીક્ષા.
- જાહેરાત ક્રમાંક: 301/202526.
- કુલ જગ્યાઓ: 2389.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મહેસૂલ વિભાગ હસ્તકની તલાટીની કુલ 2389 જગ્યાઓ માટેની ભરતી (જાહેરાત ક્રમાંક: 301/202526) માટે પ્રાથમિક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. સંબંધિત ઉમેદવારોએ જેની નોંધ લેવી.
પરીક્ષાનું સમયપત્રક
આ પરીક્ષા O.M.R. આધારિત રહેશે, જેનું વિગતવાર સમયપત્રક નીચે મુજબ છે:
- પરીક્ષાની તારીખ: પરીક્ષા ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ યોજાશે.
- પરીક્ષાનો સમય: પરીક્ષાનો સમય બપોરે ૨:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધીનો રહેશે.
- કુલ માર્ક્સ: આ પ્રાથમિક કસોટી કુલ ૨૦૦ માર્ક્સની હશે.
