નવો ડ્રેસ કૉડઃ મહારાષ્ટ્રમાં શિક્ષકો જીન્સ પહેરી નહીં શકે
• શિક્ષકો નામની આગળ Tr ઉપસર્ગનો ઉપયોગ કરી શકશેઃ ઠરાવ જારી
મહારાષ્ટ્ર સરકારે રાજ્યની સ્કૂલોના શિક્ષકો માટે ડ્રેસ કોડની જાહેરાત કરી છે. જો કે ડ્રેસ કોડ તરીકે ટી- – શર્ટ્સ, જીન્સ તેમજ ડિઝાઈન – અને તસવીર ધરાવતા શર્ટ્સને 1 અનુમતિ આપવામાં આવશે નહીં. ન શિક્ષકો હવે તેમના નામની આગળ 1 Tr ઉપસર્ગનો ઉપયોગ કરી શકશે. 5 શુક્રવારે શાળા શિક્ષણ વિભાગ – દ્વારા જારી કરાયેલા સરકારી ઠરાવ અનુસાર રાજ્યની સ્કૂલોને પુરુષો તેમજ મહિલા શિક્ષક માટે ડ્રેસ
કોડ નક્કી કરવા માટેનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઠરાવ અનુસાર આ નિર્ણય ખાનગી, અનુદાનિત અને અન્ય તમામ પ્રકારની શાળાને લાગૂ પડશે. શિક્ષકો દ્વારા પહેરવામાં આવેલો પોષાક સ્વચ્છ હોવો જોઈએ. મહિલા શિક્ષકે સાડી અથવા ડ્રેસ (સલવાર, ચુડીદાર, કુર્તા અને દુપટ્ટા) તેમજ પુરુષ શિક્ષકોએ ટ્રાઉઝર્સ અને શર્ટ્સ પહેરી શકશે. સરકારે સ્કૂલોને ડ્રેસકોડનો રંગ નક્કી કરવાની છૂટ આપી છે તેમજ પુરુષ શિક્ષકના શર્ટનો રંગ આછો તેમજ પેન્ટનો રંગ ડાર્ક હોવો જોઈએ. શિક્ષકોને ડ્રેસ કોડ તરીકે ટી-શર્ટ્સ, જીન્સ અને ડિઝાઈન, ..તસવીરો ધરાવતા અન્ય શર્ટ પહેરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. ઠરાવમાં શિક્ષકોને ડોક્ટરો અને વકીલોની જેમ તેમના નામની આગળ Tr ઉપસર્ગનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ અંગે શિક્ષણ મંત્રી દીપક કેસરકરે ગરિમાનો હવાલો આપતા જણાવ્યું હતું કે આ નિર્ણયનો ઉદ્દેશ્ય શિક્ષકો વચ્ચે પ્રોફેશનાલિઝમ લાવવાનો છે. સાથે જ અભ્યાસથી જોડાયેલી આસ્થાની ભાવનાને યથાવત્ રાખવાનો છે. પરિપત્ર અનુસાર શિક્ષકોને ભાવિને ઘડવૈયા માનવામાં આવે છે. સમાજમાં તેઓની છબી ગુરુ તરીકેની છે. આ વર્ગ વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને વ્યક્તિગત વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલે જ તેમનો ડ્રેસ કોડ પણ ગરિમાને અનુરૂપ હોવો જોઈએ.