મતદાર ઓળખકાર્ડ 15 દિવસમાં મતદારને મળશે – ચૂંટણી પંચ

મતદાર ઓળખકાર્ડ ૧૫ દિવસમાં મતદારને મળશે : ચૂંટણી પંચ

 

ચૂંટણી પંચે બુધવારે જણાવ્યું હતું કે મતદાર ઓળખકાર્ડ હવે ૧૫ દિવસમાં મતદાતાને મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી મતદારોને ઓળખકાર્ડ પહોચાડવા માટે એક મહિના કરતા વધુ સમય લાગતો હતો, હવે અડધા સમયમાં પહોચી જશે. ઈસીએ વધુમાં જણાવ્યું હતું કે મતદારની નવી નોંધણી અથવા મતદાર કાર્ડમાં કોઈપણ જાતના સુધારાઓ કરીને મતદારને ૧૫ દિવસમાં મળી જાય તે માટેસ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર (એસઓપી) | રજૂકરવામાં આવી છે.

ચૂંટણી અધિકારીએ |જણાવ્યું હતું કે ઈપીઆઈસી જનરેશનથી લઈને પોસ્ટ વિભાગ દ્વારા મતદારને કાર્ડ પહોચાડવા સુધી દરેક તબક્કાનો રીઅલ | ટાઈમ ટ્રેકિંગ સુનિશ્ચીત કરશે. નવી | એસઓપીથી મતદારને એસએમએસ દ્વારા મતદાર કાર્ડ અંગેની માહિતી મળતી રહેશે. નવા આઇટી પ્લેટફોર્મમાં જૂની પધ્ધતીમાં સુધારો કરીને નવી એન્જીન્યરિંગ પધ્ધતી દાખલ કરવામાં આવશે.

Updated: June 20, 2025 — 2:18 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *