મતદાન માટે જરૂરી સ્પષ્ટતા તારીખ 5/12/2022 મતદાન માટેની

બીજા તબક્કાના મતદાન પહેલા મતદારો માટે જરૂરી સ્પષ્ટતા મતદાનનો સમય સવારે 8:00 થી સાંજના 5:00 સુધીનો છે

મતદાન મથકમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં 14 જિલ્લામાં 93 વિધાનસભા મતવિસ્તારોમાં તા. 5 મી ડિસેમ્બરે, સોમવારે મતદાન યોજાશે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ મતદારોને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે, મતદાનનો સમય સવારે 8:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધીનો છે. કોઈપણ મતદાર મતદાન બુથમાં મોબાઇલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં. વોટર ઇન્ફોર્મેશન સ્લીપ એટલે કે મતદાર કાપલી માત્ર મતદાન બુથની જાણકારી માટે છે, એ કાપલી મતદાન કરવા માટેના ઓળખ દસ્તાવેજ તરીકે માન્ય રહેશે નહીં.

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ મતદારોને વિશેષ જાગૃત કરતાં જણાવ્યું હતું કે, તા. 5 મી ડિસેમ્બરે પણ મતદાનનો સમય સવારે 8:00 વાગ્યા થી સાંજે 5:00 વાગ્યા સુધીનો છે. પ્રથમ તબક્કાના મતદાન વખતે કેટલાક વિસ્તારોમાં મતદાન માટેના સમયગાળા બાબતે મતદારોમાં દ્વિધા હતી.

Updated: December 4, 2022 — 8:42 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *