બોર્ડની પરીક્ષા માટે DEOએ ગુજરાતી બાદ અંગ્રેજીમાં પ્રશ્નબેંક તૈયાર કરી એક વિષયમાં અંદાજે હજાર પ્રશ્નોનો પ્રશ્નબેંકમાં સમાવેશ

ધો-10-12ના મુખ્ય વિષયોની વિદ્યાર્થીઓ તૈયારી કરી શકશે

બોર્ડની પરીક્ષા માટે DEOએ ગુજરાતી બાદ અંગ્રેજીમાં પ્રશ્નબેંક તૈયાર કરી એક વિષયમાં અંદાજે હજાર પ્રશ્નોનો પ્રશ્નબેંકમાં સમાવેશ

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આગામી બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ માટે પ્રશ્નબેંક તૈયાર કરાઈ છે. અગાઉ ધોરણ- 10, ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી માધ્યમમાં પ્રશ્નબેંક તૈયાર કરવામાં આવી હતી. જોકે, હવે અંગ્રેજી માધ્યમમાં પણ પ્રશ્નબેંક તૈયાર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ડિજિટલ સ્વરૂપે તૈયાર કરાયેલી આ પ્રશ્નબેંકની મદદથી બોર્ડની તૈયારીમાં વિદ્યાર્થીઓને મદદ મળશે. નામાંકિત વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા એક વિષયમાં અંદાજે 1 હજાર જેટલા પ્રશ્નોની પ્રશ્નબેંક તૈયાર કરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી આર. એમ. ચૌધરી તથા સમગ્ર ડીઈઓ કચેરીની ટીમ

દ્વારાઆગામી માર્ચમાં લેવામાં આવનારી બોર્ડની પરીક્ષાને લઈને પ્રશ્નબેંક તૈયાર કરવામાં આવી છે. ધોરણ-10 તથા ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે અગાઉ ગુજરાતી માધ્યમમાં પ્રશ્નબેંક તૈયાર કરવામાં આવી હતી. જો કે, જે તે વખતે માત્ર ગુજરાતી માધ્યમ માટે જ પ્રશ્નબેંક તૈયાર થઈ હોવાથી અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પણ પ્રશ્નબેંક તૈયાર

કરવાની કામગીરી હાથ પર લેવામાં આવી હતી. અંતે આ કામગીરી પૂર્ણ થતાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પણ પ્રશ્નબેંક તૈયાર કરી દેવામાં આવી છે.

આ પ્રશ્નબેંક તૈયાર કરવા માટે અમદાવાદ શહેરની નામાંકિત શાળાઓના વિષય નિષ્ણાત શિક્ષકોની મદદ લેવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા પહેલા પ્રશ્નબેંકના આધારે કેવા પ્રકારના પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પુછાઈ શકે તે અંગેનો મહાવરો મળી રહેશે. વિદ્યાર્થીઓ ક્યુઆર કોડ સ્કેન કરીને પ્રશ્નબેંકના વિષયોમાંથી પોતાના વિષયોના પ્રશ્નો મેળવી તેના આધારે બોર્ડની પરીક્ષાની તૈયારી કરી શકશે. આપ્રશ્નબેંક ડિજિટલ સ્વરૂપે તૈયાર કરવામાં આવી છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ તેનો લાભ મેળવી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

Updated: January 20, 2024 — 7:31 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *