આથી તમામ મ્યુનિ. શાળાના મુખ્ય શિક્ષકશ્રીઓને ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ૨૦૨૦ (National Education Policy-2020 )અંતર્ગત પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણ અધ્યયનનો પાયો ( Early Childhood Care and Education The Foundation Of Learining) લાગુ કરવા બાબતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી રાજયમાં બાલવાટિકાના વર્ગો શરૂ કરવા જણાવેલ હોય અમદાવાદ મ્યુનિ. કોર્પો. સંચાલિત ધોરણ- ૧ થી શરૂ થતી મ્યુનિ.શાળાઓમાં બાલવાટિકાની રચના પ્રાથમિક શાળાના ભાગ તરીકે જે તે શાળા પરિસરમાં શરૂ કરવાની રહેશે.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી પહેલી જૂનના રોજ ૫ (પાંચ) વર્ષ પૂર્ણ કરનાર બાળકોને ‘ બાલવાટિકા’ માં પ્રવેશ આપવાનો રહેશે અને શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારના તા. ૩૧-૦૧-૨૦૨૦ ના જાહેરનામાં ક્રમાંકઃ GH/SG/PRE/122019/Single file-21/K મુજબ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી ૧ જૂનના રોજ ૬ વર્ષ પૂર્ણ કરનાર બાળકોને જ ધોરણ – ૧ માં પ્રવેશ આપવાનો રહેશે
.
બાલવાટિકા, ધોરણ- ૧માં પ્રવેશપાત્ર બાળકોની સંખ્યાની માહિતી શાળાવાર ઝોનના સહી સિક્કા સાથે હાર્ડ કોપી અને સોફટ કોપીમાં તા. ૧૭-૦૫-૨૦૨૩ સુધીમાં ઝોન કચેરી ખાતે મોકલી આપવાના રહેશે.