ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે, શિક્ષણ વિભાગના તા.01/04/2022 ના બદલી ઠરાવ પ્રસિદ્ધ થયા બાદ યોજવામાં આવેલ બદલી કેમ્પ સંદર્ભે નામ.હાઈકોર્ટ ખાતે પ્રાથમિક શિક્ષકો દ્વારા અલગ અલગ બદલી કેમ્પ બાબતે આશરે 233 કોર્ટકેસ દાખલ કરવામાં આવેલ છે. જે પૈકી કેટલાંક કોર્ટકેસોનો નામ.હાઈકોર્ટ દ્વારા નિકાલ કરવામાં આવેલ છે જે પૈકી 88 કેસના ચુકાદા સરકારશ્રીની તરફેણમાં આવેલ છે જ્યારે 19 કેસોના ચુકાદા સરકારશ્રીની વિરૂદ્ધમાં આવેલ છે. અને આશરે 112 કોર્ટકેસ નામ.હાઈકોર્ટ ખાતે પડતર છે.
અત્રેની કચેરીના રેકર્ડ પરથી જોતાં આપના જિલ્લાના બદલી સંદર્ભે એક પણ કોર્ટકેસ પેન્ડીંગ ન હોવાનું જણાય છે, તેમ છતાં આપના જિલ્લાના બદલી સંદર્ભે દાખલ થયેલ કોર્ટકેસો પૈકી જો કોઈ કોર્ટકેસ પેન્ડીંગ હોય તો પેન્ડીંગ કેસની અદ્યતન પરિસ્થિતિ સહિતની યાદી આ કચેરીને મોકલી આપવાની રહેશે તથા જો આપના જિલ્લામાં બદલી સંદર્ભે કોઈ કેસ પેન્ડીંગ ન હોય તો “નામ.હાઈકોર્ટ ખાતે આપના જિલ્લામાં બદલી સંદર્ભે કોઈ કોર્ટકેસ પેન્ડીંગ નથી.” તે બાબતનુ સબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના સહી-સિક્કા સહિતનું પ્રમાણપત્ર આ કચેરીને તા.05/01/2023 ના રોજ સાંજે 5.00 કલાક સુધીમાં અચૂક મોકલી આપવાનું રહેશે.
(ડૉ. એમ.આઈ.જોષી) પ્રાથમિક શિક્ષણ નિયામક
ગુ.રા.ગાંધીનગર