બજેટમાં સમગ્ર શિક્ષણના વિકાસ માટે 59999 કરોડની જોગવાઇ જાણો ક્યાં કેટલા પૈસો ફાળવ્યા..?

ગુજરાતની શિક્ષણ પદ્ધતિ 21મી સદીના જરૂરિયાત અને વૈશ્વિક બજારની માગ પ્રમાણે બદલાઈ શકે તે માટે જુદા જુદા હેડ હેઠળ શિક્ષણ વિભાગ માટે કુલ રૂ.59,999 કરોડની ફાળવણીની જાહેરાત બજેટમાં કરાઈ છે.જેમાં મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલેન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આશરે 25 હજાર વધુ વર્ગખંડોના સુધારણા માટે રૂ.2914 કરોડની જોગવાઈ કરાઈ છે.

નમો લક્ષ્મી યોજના માટે રૂ. 1250 કરોડ, રાઈટ ટુ એજ્યુકેશન એક્ટના વિદ્યાર્થીઓ માટે રૂ.782 કરોડ ફાળવાયા છે. આ સિવાય નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે રૂ.250 કરોડની જોગવાઈ કરાઈ છે. એસ.ટી.નિગમની બસોમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓને બસ પાસ ફી કન્સેશન માટે રૂ.223 કરોડ ફાળવાયા છે. આ જ રીતે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ માટે 200 કરોડની જોગવાઈ કરવામાં

  • ઉચ્ચશિક્ષણ માટે જોગવાઈ
  • 410 કરોડ MYSY યોજના માટે
  • 175 કરોડ એલ.ડી. ઇજેનેરી કોલેજમાં ડેમોન્સ્ટ્રેટીવ આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ લેબ અન્ય છ કોલેજમાં આ પ્રકારની લેબ માટે
  • 100 કરોડ ગ્રીન એનર્જી, સેમિ કન્ડકટર, ફિનટેક, એરોસ્પેસ વગેરેમાં ઊભી થનારી તકનો લાભઅંગે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીને ફાળવાશે
  • 30 કરોડ ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ (630) અંતર્ગત
  • 25 કરોડ અમદાવાદના 10 પ્રમાણે રાજયમાં ચાર પ્રાદેશિક કેન્દ્રોની સ્થાપના અને સ્ટાર્ટઅપ-ઇનોવેટર્સ માટે
  • 20 કરોડ શોધ-સંશોધન સ્કીમમાં પીએચડી માટે.

આવી છે. અંદાજિત 22 હજાર કરતાં વધુ શિક્ષકોની ભરતી કરાશે. જ્યારે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટે રૂ.100 કરોડ અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ અંતર્ગત રૂ.70 કરોડની જોગવાઈ છે.

Updated: February 21, 2025 — 6:05 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *