જવાબ : ભાઈશ્રી, તમે જાણો છો તેમ રિસેસમાં કેમ્પસ બહાર જવા અંગે મૂવમેન્ટ રજીસ્ટરમાં નોંધ ન કરવા અંગેનો કોઈ ઠરાવ કે પરિપત્ર થયો હોય તેવું મારી જાણમાં નથી. મૂવમેન્ટ રજીસ્ટરમાં ફરજના સમય દરમિયાન કેમ્પસ છોડવાનું થાય તો સહી કરીને છોડવું જોઈએ તે અંગેના નિયમો છે. મોટી ઓફિસો અને ઓફિસ સંકુલોમાં તો રીફ્રેશમેન્ટ અંગેની કેન્ટીન હોવાથી કર્મચારીઓ રીફ્રેશ થઈ શકે. જ્યારે શિક્ષકો અને અન્ય એવા કર્મચારીઓની સંખ્યા ઘણી હોય છે કે તેઓના ફરજના સ્થળે આવી કોઈ વ્યવસ્થા હોતી નથી. દરેક બાબતના ઠરાવ કે પરિપત્ર હોઈ શકે નહીં. શાળા કક્ષાએ ચા-નાસ્તાની વ્યવસ્થા ન હોય તો મોટી રિસેસ દરમિયાન કેમ્પસ બહાર જઈ શકાય છે. આ બધી બાબતો આચાર્યશ્રી અને શિક્ષકગણની વિવેકબુદ્ધિથી બાળકોના હિતને ધ્યાનમાં રાખી સમજૂતી લેવાના નિર્ણયો છે.
