પ્રવેશોત્સવ બાબત ના સમાચાર પ્રવેશોત્સવ પાછો ફેલાય તેવી સંભાવના

આજે નવો કાર્યક્રમ જાહેર કરતો પરિપત્ર બહાર પડે તેવી વકી

ગ્રામ પંચાયતની ચૂંટણીના પગલે શાળા પ્રવેશોત્સવ પરિણામ પછી

18, 19, 20ને બદલે 26, 27, 28 જુને યોજાય એવી શક્યતા.

નવા શૈક્ષણિક સત્રમાં જૂનની 18, 19 અને 20 તારીખે શાળા પ્રવેશોત્સવ યોજાવાનો હતો. પરંતુ, 22મી જૂને ગ્રામ પંચાયતની ચૂંટણી અને 25મી તારીખે પરિણામ છે, જેથી શાળા પ્રવેશોત્સવનો સંભવત્ આજે નવો કાર્યક્રમ જાહેર કરતો પરિપત્ર બહાર પડશે, જેમાં નવી તારીખો 26, 27 અને 28 નક્કી થાય એવી શક્યતા છે.

રાજ્ય ચૂંટણી પંચે ગુજરાત રાજ્યમાં વહીવટદાર શાસનવાળી 8326 ગ્રામ પંચાયત અને 3638 ખાલી બેઠકો ઉપર 22 જૂને મતદાન સત્તાવાર જાહેરાત કરી દીધી છે, જેથી શાળાઓમાં મતદાન મથકો ઊભા થશે. જેના પગલે અગાઉ જાહેર થયેલા 18, 19, 20 જૂને શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજી નહીં શકાય.

_

જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે જણાવ્યું હતું કે, હજુ સુધી નવો સુધારેલો પરિપત્ર બહાર નથી પડ્યો. કદાચ આખો કાર્યક્રમ ઠેલાય અથવા તો જ્યાં ચૂંટણીઓ હોય માત્ર ત્યાં જ કાર્યક્રમ ઠેલાય એવી શક્યતા છે. જોકે, હજુ કાંઈ નક્કી નથી. કદાચ શુક્રવારે અથવા સોમવારે નવો સુધારેલો પરિપત્ર બહાર પડશે, જેમાં સૂચના અને માર્ગદર્શન હશે.

કચ્છની વાત કરીએ તો 166 ગ્રામ પંચાયત અને 241 બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાશે, જેથી કચ્છ જિલ્લામાં પણ શાળા પ્રવેશોત્સવ સંભવ નહીં બને. જેના પગલે સંભવત્ 25મી તારીખે પરિણામ પછી તરત જ 26, 27, 28 તારીખે કાર્યક્રમ યોજાય એવી શક્યતા છે.

Updated: May 30, 2025 — 12:20 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *