ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવામાં આવે છે કે ધોરણ-9ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટી ચાલુ વર્ષે તા.30/01/2025ના રોજ લેવામાં આવનાર છે. પ્રખરતા શોધ કસોટી(TST)ના આવેદનપત્રો તા.26/11/2024 થી તા.10/12/2024 દરમ્યાન બોર્ડની વેબસાઇટ gseb.org અથવા prakharata.gseb.org પરથી ફક્ત ઓનલાઈન ભરી શકાશે. પ્રખરતા શોધ કસોટીના આવેદનપત્રો ભરવા અંગેની જરૂરી વિગતો બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. પરીક્ષા માટે આવેદન કરનારે બેંક ખાતા મુજબનું નામ, બેંક ખાતા નંબર, બેંકની શાખા, IFSC CODE વગેરે જેવી વિગતો પોતાની બેંક પાસબુકને આધારે કાળજીપૂર્વક ભરવાની રહેશે. પરિણામ બાદ મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને પુરસ્કારની રકમ આવેદનપત્રમાં દર્શાવેલ બેંક ખાતામાં જ જમા કરવામાં આવશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા અને સમય મર્યાદામાં આવેદનપત્રો ભરવા જણાવવામાં આવે છે.
સ્થળ: ગાંધીનગર
