નમો સરસ્વતી યોજના: વિજ્ઞાન પ્રવાહની દીકરીઓને મળશે ₹25,000 ની સહાય

નમો સરસ્વતી યોજના: વિજ્ઞાન પ્રવાહની દીકરીઓને મળશે ₹25,000 ની સહાય, જાણો સંપૂર્ણ માહિતી

​ગુજરાત સરકારે રાજ્યની દીકરીઓ વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધે અને તેમને અભ્યાસમાં કોઈપણ પ્રકારની આર્થિક કે અન્ય તકલીફ ન પડે, તેવા ઉમદા હેતુ સાથે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વિજ્ઞાનમાં રુચિ ધરાવતી દીકરીઓને પ્રોત્સાહન અને આર્થિક ટેકો પૂરો પાડવાનો છે.

યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય

​આ યોજનાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે વિજ્ઞાન પ્રવાહમાં કારકિર્દી બનાવવા માંગતી દીકરીઓને નાણાકીય મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે, જેથી તેઓ સરળતાથી પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે.

કોને મળશે આ યોજનાનો લાભ? (પાત્રતાના માપદંડ)

​આ યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા હોવી જરૂરી છે:

  • ​વિદ્યાર્થીનીએ ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષામાં ૫૦ ટકાથી વધુ માર્ક્સ મેળવેલા હોવા જોઈએ.
  • ​તેણીએ ધોરણ ૧૧ અને ૧૨ માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવો જરૂરી છે.

કેટલી અને કેવી રીતે મળશે સહાય?

  • ​આ યોજના હેઠળ, પાત્રતા ધરાવતી વિદ્યાર્થીનીઓને ધોરણ ૧૧ અને ૧૨ ના અભ્યાસ દરમિયાન કુલ ₹ ૨૫,૦૦૦ ની આર્થિક સહાય મળવાપાત્ર છે.
  • ​આ સહાયની રકમ વિદ્યાર્થીનીની ટ્યુશન ફી ચૂકવવા માટે વાપરવામાં આવશે.

જરૂરી દસ્તાવેજો

  • ગુજરાત સરકારની નમો સરસ્વતી યોજના હેઠળ નાણાકીય સહાય/ શિષ્યવૃતિ માટે અરજી કરતી વખતે જરૂરી દસ્તાવેજો નીચે મુજબ છે :-
    • રહેઠાણનો પુરાવો/ ગુજરાતનું નિવાસસ્થાન.
    • આવકનું પ્રમાણપત્ર.
    • જાતિ પ્રમાણપત્ર. (જો લાગુ હોય)
    • બેંક ખાતાની વિગતો.
    • આધાર કાર્ડ.
    • મોબાઇલ નંબર.
    • માતા-પિતાનું આધાર કાર્ડ.
    • શિક્ષણ સંબંધિત દસ્તાવેજો.

કેવી રીતે અરજી કરવી

    • ગુજરાત સરકારે તાજેતરમાં 2024-2025ના નાણાંમાં નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની જાહેરાત કરી હતી.
    • ગુજરાતના નાણામંત્રી શ્રી. કનુભાઈ દેસાઈએ સભામાં જણાવ્યું કે ગુજરાતમાં આગામી નાણાકીય વર્ષથી એટલે કે 2024-2025થી આનો અમલ કરવામાં આવશે.
  • 12 માર્ચ, 2024ના રોજ ગુજરાત સરકારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની સત્તાવાર માર્ગદર્શિકા બહાર પાડી હતી.
  • નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના સંપૂર્ણ લાભ અને લાયકાતની વિગતો માર્ગદર્શિકામાં આપવામાં આવી છે.

​આમ, “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” દીકરીઓને વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં સશક્ત બનાવવા અને તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સરકારનું એક મહત્વપૂર્ણ કદમ છે.

Updated: September 3, 2025 — 7:41 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *