ધો.10 અને ધો.12ની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરવા બાબતના સમાચાર

શિક્ષણ બોર્ડે ઉત્તરવહી મૂલ્યાંકન માટે રાજ્યભરમાં 458 મૂલ્યાંકન કેન્દ્ર નક્કી કર્યા.રાજ્યના 69,284 શિક્ષકો દ્વારા ધો.10, ધો.12ની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરાશે.મૂલ્યાંકન કેન્દ્રો પર 30 મુખ્ય વિષયો, 89 માઈનોર વિષયની ઉત્તરવહી તપાસાશે.ધો.10માં 35 હજાર, ધો.12 સા.પ્ર.માં 25 હજાર અને સાયન્સમાં 9 હજાર શિક્ષકોને ઓર્ડર અપાયા.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા શરૂ થાય તે પહેલા જ બોર્ડ દ્વારા ઉત્તરવહી મૂલ્યાંકનને લઈને પણ કામગીરી શરૂ કરી દીધી છે. જેમાં મૂલ્યાંકન કામગીરીમાં જોડાનારા શિક્ષકોના ઓર્ડર પણ ઈશ્યૂ કરાયા છે. આ વખતે બોર્ડની પરીક્ષામાં ઉત્તરવહી મૂલ્યાંકન માટે 69 હજાર કરતા વધુ

શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે. આમ, મોટી સંખ્યામાં શિક્ષકો ઉત્તરવહી મૂલ્યાંકન કરી વહેલા પરિણામ જાહેર કરશે. ઉત્તરવહી મૂલ્યાંકન માટે સમગ્ર રાજ્યમાં 458 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરાયા છે.

શિક્ષણ બોર્ડની પરીક્ષાનો 27 ફેબ્રુઆરીથી પ્રારંભથવાનો છે અને આ પરીક્ષા 17 માર્ચ સુધી ચાલશે. આમ, બોર્ડની પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને પરીક્ષા માટેની હોલટિકિટ પણ ઈશ્યૂ કરવામાં આવી છે. આમ, પરીક્ષાને લગતી તૈયારીઓ પૂર્ણ કરાયા બાદ હવે શિક્ષણ બોર્ડ દ્વારા ઉત્તરવહી મૂલ્યાંકન માટેની કામગીરી શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે. જેમાં સૌપ્રથમ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની હોલટિકિટ સાથે જ શિક્ષકોના મૂલ્યાંકન

માટેના ઓર્ડર પણ ઈશ્યૂ કરાયા છે. જેથી હવે શિક્ષકો પરીક્ષાની કામગીરી ચાલુ હશે તે સાથે જ મૂલ્યાંકનની કામગીરી પણ શરૂ કરી દેશે.

ઉચ્ચતર માધ્યમિક િ Ink PIZeિ મિક અને = 6 ગાંધીનગર 516 10

મૂલ્યાંકનની કામગીરી માટે શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં 458 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ા નક્કી કરાયા છે. આ મૂલ્યાંકન કેન્દ્રો પર 30 મુખ્ય વિષયો અને 89 5 માઈનોર વિષય મળી કુલ 119 વિષયોની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરાશે. આ માટે સમગ્ર રાજ્યમાંથી 69284 શિક્ષકોને મૂલ્યાંકન કામગીરીના ઓર્ડર ઈશ્યૂ કરાયા છે. ધો. 10ની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાં 214 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરાયા છે. આ મૂલ્યાંકન કેન્દ્રો પર 35510 શિક્ષકો 9 મુખ્ય વિષયો અને 28 માઈનોર વિષયો મળી કુલ 37 વિષયોની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરશે.

ધો.12 સામાન્ય પ્રવાહમાં 175 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર નક્કી કરાયા છે. સામાન્ય પ્રવાહની ઉત્તરવહી મૂલ્યાંકન માટે રાજ્યના 25092 શિક્ષકોને ઓર્ડર ઈશ્યૂ કરાયા છે. આ શિક્ષકો દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહના 15 મુખ્ય વિષય અને 48 માઈનોર વિષય મળી કુલ 63 વિષયોની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરશે. જ્યારે ધો.12 સાયન્સમાં 69 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરાયા છે. જ્યાં રાજ્યના 8682 શિક્ષકો 6 મુખ્ય વિષય અને 13 માઈનોર વિષય મળી કુલ 19 વિષયોની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરશે. બોર્ડ દ્વારા વહેલા પરિણામ તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેના ભાગરૂપે અત્યારથી જ મૂલ્યાંકન કેન્દ્ર સહિતની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. જેને જોતા પરીક્ષા શરૂ થયાના થોડા દિવસો પછી જ મૂલ્યાંકનની કામગીરી પણ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

Updated: February 21, 2025 — 6:01 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *