ધો.10નું બોર્ડનું પરિણામ બાબતના સમાચાર

ધો.10ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગી૨ીપૂરી.

ધો.10નું બોર્ડનું પરિણામ મહિનાના અંતિમ અઠવાડિયામાં જાહેર કરાશે

સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ સપ્તાહમાં આવશે

ભાસ્કર ન્યૂઝ | ગાંધીનગર

શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ- 2023માં લેવાયેલી ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ તૈયા૨ ક૨વાની કામગીરી હાલમાં ચાલી રહી છે. ત્યારે ચાલુ માસના છેલ્લા વીકમાં ધોરણ-10નું અને જૂન માસના પ્રથમ વીકમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-2023માં લેવાયેલી ધોરણ-10 અને 12ની પરીક્ષામાંથી ધોરણ-12 સાયન્સનું પરિણામ પ્રસિદ્ધ કરી

દેવામાં આવ્યું છે. ત્યારે હવે માત્ર ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ પ્રસિદ્ધ ક૨વાનું બાકી છે. જોકે સામાન્ય પ્રવાહનો અમુક વિષયના મધ્યસ્થ મૂલ્યાંકન માટે શિક્ષકો મળતા નહી હોવાથી કામગીરી થોડી ડિલે થવા પામી છે. પરંતુ હાલમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-10ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે હાલમાં પરિણામ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. તેમાં રેન્ડમલી પરિણામની ચકાસણી તેમજ ઉત્તરવહીની ચકાસણી સહિતની કામગીરી ક૨વામાં આવી રહી છે.

આથી શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓના પરિણામમાં કોઇ જ પ્રકારની ભૂલ રહે નહી તે માટે ખાસ થ્રી-લેયરની ચકાસણી કરવામાં આવી રહી છે. ચકાસણીની કામગીરી પૂર્ણ કર્યા બાદ માર્કશીટ તૈયાર કરવાની કામગીરી કરાશે. આથી તેના માટે અંદાજે પંદરેક દિવસ જેટલો સમય લાગશે, જેને પરિણામે ધોરણ-10નું પરિણામ ચાલુ માસના છેલ્લા વીકમાં પ્રસિદ્ધ કરાશે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ વીકમાં પ્રસિદ્ધ કરાય તેમ શિક્ષણ બોર્ડના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.

Updated: May 18, 2023 — 5:33 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *