પુનઃ કસોટી ડાઉનલોડ કરવાના સ્ટેપ
૧. સૌ પ્રથમ શિક્ષણ સાગર એપ ડાઉનલોડ કરો
૨. ડાઉનલોડ બાદ ત્યાં હોમ પેજ પર ટીચર હેલ્પ ડેસ્ક ઓપન કરો
૩. ટીચર હેલ્પ ડેસ્કમાં શૈક્ષણિક મટેરિયલ્સ પર ક્લિક કરો
૪. ત્યાર બાદ જે વિષયની પુનઃ કસોટી ડાઉનલોડ કરવી હોય તેના નીચેના બટન ડાઉનલોડ લીસ્ટમાં ઉમેરો પર ક્લિક કરો
૫. હવે પાછા ટીચર હેલ્પ ડેસ્ક માં જાવ અને ત્યાં રહેલા માય ડાઉનલોડ સેક્શન પર ક્લિક કરો.
૬. હવે તમે જે ફાઈલ આ લિસ્ટમાં ઉમેરેલી છે તે તમને માય ડાઉનલોડ માં દેખાશે.ત્યાં બે ઓપ્શન તમને દેખાશે આ ફાઈલને જોવા માટે અહીં ક્લિક કરો અને આ ફાઈલ ને ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. તેમાં ડાઉનલોડ બટન પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલના ફાઈલ મેનેજર ના ડાઉનલોડ ફોલ્ડરમાં કસોટી ડાઉનલોડ થયેલી જોવા મળશે…..
૭. મજાની વાત એ છે કે હવે તમે માય ડાઉનલોડ લીસ્ટમાં ઉમેરેલી તમામ ફાઈલો માય ડાઉનલોડ લીસ્ટમાં કાયમી સેવ રહેશે. અને જયારે જરૂર પડે ત્યારે ફરીથી ડાઉનલોડ કરી શકશો