સ્કૂલોમાં કમ્પ્યૂટર લેબ, લેબોરેટરી, મેદાન સહિતની વ્યવસ્થા ચકાસાશે
જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે સ્કૂલો પસંદગી માટેના ધારાધોરણો જાહેર
» » રાજ્યમાં અંદાજ 1200 સ્કૂલોની પસંદગી કરવાની હોવાથી ધારોધારણોમાં બંધ બેસતી સ્કૂલોને માન્યતા અપાશે

રાજયના ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને આર્થિક કારણોસર ધો.8થી 12 સુધીની અભ્યાસ છોડવો ન પડે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપની જાહેરાત કરવામાં આવી છે. આજે વિભાગ દ્વારા સ્વનિર્ભર સ્કૂલોની પસંદગી માટેના ધારોધોરણોની જાહેરાત કરી દેવામાં આવી છે.આવશે. સ્કૂલોએ પોતાના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ
જ્ઞાનસાધના કસોટીમાં મેરિટમાં આવનારા વિદ્યાર્થીઓને ધો.9 અને 10માં વાર્ષિક 20 હજાર રૂપિયા અને ધો.11 અને 12માં 25 હજાર રૂપિયા સ્કોલરશીપ આપવાનું નક્કી કરાયુ છે. રાજયમાં અંદાજે 15 હજારથી વધારે સ્વનિર્ભર સ્કૂલો ચાલે છે. જે પૈકી માત્ર 1200 સ્કૂલોને એમપેનલમેન્ટ એટલે કે સ્કોલરશીપ માટે માન્ય કરવાનું નક્કી કરવામાં
આવ્યું છે. આ સ્કૂલો કેવી રીતે નક્કી કરવી તેના ધારાધોરણો આજે જાહેર કરી દેવામાં આવ્યા છે. જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ ધો.9માં પ્રવેશ માટે શાળાના ધો.10ના બોર્ડની પરીક્ષાના છેલ્લા પાંચ વર્ષના પરિણામ પૈકી ઓછામાં ઓછા ત્રણ વર્ષના પરિણામ 80 ટકા કે તેથી વધારે હોય તેવી સ્કૂલોને એમ્પેનલમેન્ટ માટે પસંદ કરવામાં આવશે. હાલમાં ધો.8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની આગામી 11મી જૂને રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રખરતા કસોટી લેવામાં આવશે. આ માટે આજથી એટલે કે 11મી મેથી અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સ્કૂલો પસંદગી માટે છેલ્લા પાંચ વર્ષમાંથી ત્રણ વર્ષ ધો. 10નુ પરિણામ 80 ટકા હોય તેવી સ્કૂલોને જ પસંદ કરવામાં યોજનાનો લાભ મળે તે માટે કમિશ્નર ઓફ સ્કૂલની કચેરીના પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરનારી સ્કૂલોની તપાસ કરવામાં આવશે. જેમાં કોમ્પ્યુટર લેબ, લેબોરેટરી, મેદાન વગેરે છે કે નહી તેની પણ ચકાસણી થશે. આ ઉપરાંત જે સ્કૂલોમાં ટાટ પાસ શિક્ષકો હશે તેમને પણ પ્રાથમિક્તા આપવામાં આવશે.