જ્ઞાનશક્તિ- રક્ષાશક્તિ સ્કૂલમાં પ્રવેશ માટે તથા જ્ઞાનસેતુ સ્કોલરશીપ માટે પરીક્ષા

રાજ્યમાં આવેલી જ્ઞાનશક્તિ, રક્ષાશક્તિ સ્કૂલ અને જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ માટે 22 માર્ચના રોજ લેવાનારી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે સમગ્ર રાજ્યમાંથી 6.28 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જાણવા મળે છે. આ વખતે ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની એકલવ્ય મોડલ સ્કૂલ અને સૈનિક શાળાઓમાં

પણ આ જ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના આધારે વિદ્યાર્થીઓને ધોરણ-6માં પ્રવેશ ફાળવવામાં આવશે. પરીક્ષા માટે 19 ફેબ્રુઆરી સુધી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ રોજ રાજ્યના અંદાજીત 2100 જેટલા કેન્દ્રો પરથી પરીક્ષાનું આયોજન કરાશે.

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023-24ના શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્સિયલ સ્કૂલ્સ અને રક્ષાશક્તિ સ્કૂલ્સમાં ધોરણ-6માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રન્સટેસ્ટના (CET) મેરિટના આધારે સ્કોલરશીપ યોજના શરૂ કરવામાં આવેલી છે. વર્ષ 2025-26થી ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની શાળાઓ (એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કૂલ્સ (EMRS) અને સૈનિક શાળા)માં પણ આ જ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET) ના મેરિટમાં સમાવેશ થયેલા આદિજાતિ

વિદ્યાર્થીઓને ધોરણ-6માં પ્રવેશ આપવામાં આવનાર છે.

સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ-1થી 5નો અભ્યાસક્રમ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્સિયલ સ્કૂલ્સ, રક્ષાશક્તિ સ્કૂલ્સ અને ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની શાળાઓ (એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કૂલ્સ (EMRS) અને સૈનિક શાળા)માં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરિટના આધારે ધોરણ-6માં પ્રવેશ તેમજ

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરિટના આધારે પોરણ-6થી 12ના અભ્યાસ દરમિયાન મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ આપવામાં આવે છે. ઉપરાંત સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-1થી 5 અભ્યાસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને ફક્ત રક્ષાશક્તિ સ્કૂલ્સમાં 25 ટકા બેઠકોમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ના મેરિટના આધારે ધોરણ-6માં પ્રવેશ આપવામાં આવશે.

રાજ્ય પરીક્ષા બોર્ડદ્વારા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) માટેનું જાહેરનામું બહાર પાડયું હતું. જે અનુસાર, 22 માર્ચના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે 7 ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જે 9 ફેબ્રુઆરી સુધી ચાલુ રહી હતી. આ દરમિયાન સમગ્ર રાજ્યમાંથી 628174 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન

કરાવ્યું હતું. રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓ પૈકી 620678 વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમના છે અને 7496 વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમના છે. આ વિદ્યાર્થીઓ માટે હવે 22 માર્ચના રોજ રાજ્યના અંદાજીત 2100 જેટલા કેન્દ્રો પરથી પરીક્ષા લેવામાં આવશે.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા છેલ્લા બે વર્ષથી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) લેવામાં આવશે. જેથી આગામી પરીક્ષા માટે વિદ્યાર્થીઓને મહાવરો મળી રહે તે માટે છેલ્લા બે વર્ષમાં લેવામાં આવેલી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની વર્ષવાર અને માધ્યમવાર પ્રશ્નપત્રોની PDF ફાઈલો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે. આ ઉપરાંત રાજ્ય પરીક્ષા બોર્ડ, જીસીઇઆરટી અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા બાયસેગના માધ્યમથી દર શનિવારે સવારે 9 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન આ પરીક્ષા માટે માર્ગદર્શન આપવામાં આવે છે.

Updated: March 5, 2025 — 11:02 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *