વિષય:- તારીખ:-1/04/2005 પહેલાના શિક્ષકો અને કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાના ઠરાવ મુજબ G.P.F એકાઉન્ટ ખોલાવવા બાબત.
સંદર્ભ:-માનનીય મુખ્યમંત્રીશ્રીના જન સંપર્ક કાર્યાલયના પત્ર ક્રમાંક:LFG/2025/223, तारीज:- 22/01/2025.
જય ભારત સહ
ઉપરોક્ત વિષય અને સંદર્ભ ના અનુસંધાનમાં આપ સાહેબ શ્રી ને જણાવવાનું કે તારીખ: 6/10/2024 ના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સાથે મંત્રીશ્રીઓના સમૂહ સાથે થયેલ સમાધાન અનુસાર તારીખ:- 01/04/2005 પહેલા જાહેરાત આવેલ/ નિમણૂક પામેલ શિક્ષકો તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ થશે.જે અંગે તારીખ:-8/11/2024 ના રોજ ઠરાવ બહાર પાડવામાં આવેલ છે.

સમાધાન અનુસાર થયેલ ઠરાવના અમલીકરણ માટે આવા શિક્ષકો તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા વિગતવાર નોટિફિકેશન/ ઠરાવ બહાર પાડવામાં આવે તો સંબંધિતને જૂની પેન્શન યોજના સ્વીકારવા વિકલ્પ મળી રહે અને એન.પી.એસ. કપાત બંધ કરી નવા જી.પી.એફ. ખાતા ખોલી શકાય.
ઉપરોક્ત બાબતની રજૂઆત માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રી ને કરવામાં આવી હતી જે સંદર્ભે ઉપરોક્ત સંદર્ભ પત્રમાં જણાવ્યા અનુસાર હવે આગળની કાર્યવાહી કરવા માટે આપ સાહેબ શ્રી ની કચેરીનો સંપર્ક અને પત્ર વ્યવહાર કરવા જણાવેલ છે જેને ધ્યાને લઈ વધુમાં એક નમ્ર વિનંતી છે કે વર્તમાનમાં 01/04/2005 પહેલા નિમાયેલ અને વર્તમાનમાં નિવૃત્ત થઈ ગયા છે, ઘણા શિક્ષકો તથા કર્મચારીઓ આગળ ના સત્રમાં તારીખ:-31/05/2025 ના રોજ નિવૃત્ત થવાના છે.