જુનિયર ક્લાર્ક (વર્ગ-૩) ભરતી: અસલ પ્રમાણપત્ર ચકાસણી કાર્યક્રમ જાહેર, જાણો તમારો વારો ક્યારે?
કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક (વર્ગ-૩) સંવર્ગમાં પસંદગી પામેલા ઉમેદવારો માટે અસલ પ્રમાણપત્રોની ચકાસણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી પરીક્ષામાં જે ઉમેદવારો કામચલાઉ રીતે પસંદગી પામ્યા છે, તેમણે નીચે આપેલા સ્થળ અને સમયપત્રક મુજબ હાજર રહેવાનું રહેશે.

ચકાસણીનું સ્થળ
સરકારી ઉચ્ચતર માધ્યમિક કન્યા શાળા (રાયખડ), સ્વામી વિવેકાંદ રોડ રાયખડ, અમદાવાદ.
(ચકાસણી સ્થળના ગુગલ મેપ લોકેશન માટે આપેલ બારકોડ સ્કેન કરી શકો છો).
મેરિટ ક્રમ મુજબ ચકાસણીનું સમયપત્રક
| તારીખ | સમય | હાજર રહેનાર ઉમેદવારનો મેરિટ ક્રમ |
|---|---|---|
| ૧૫-૦૯-૨૦૨૫ (સોમવાર) | સવારે ૧૧:૦૦ કલાકે | ૧ થી ૭૫ |
| ૧૫-૦૯-૨૦૨૫ (સોમવાર) | બપોરે ૦૨:૩૦ કલાકે | ૭૬ થી ૧૫૦ |
| ૧૬-૦૯-૨૦૨૫ (મંગળવાર) | સવારે ૧૧:૦૦ કલાકે | ૧૫૧ થી ૨૨૫ |
| ૧૬-૦૯-૨૦૨૫ (મંગળવાર) | બપોરે ૦૨:૩૦ કલાકે | ૨૨૬ થી ૩૦૦ |
| ૧૭-૦૯-૨૦૨૫ (બુધવાર) | સવારે ૧૧:૦૦ કલાકે | ૩૦૧ થી ૩૭૫ |
| ૧૭-૦૯-૨૦૨૫ (બુધવાર) | બપોરે ૦૨:૩૦ કલાકે | ૩૭૬ થી ૪૫૦ |
| ૧૮-૦૯-૨૦૨૫ (ગુરુવાર) | સવારે ૧૧:૦૦ કલાકે | ૪૫૧ થી ૫૨૫ |
| ૧૮-૦૯-૨૦૨૫ (ગુરુવાર) | બપોરે ૦૨:૩૦ કલાકે | ૫૨૬ થી ૬૦૦ |
| ૧૯-૦૯-૨૦૨૫ (શુક્રવાર) | સવારે ૧૧:૦૦ કલાકે | ૬૦૧ થી ૬૫૦ |
ઉમેદવારો માટે અત્યંત મહત્વની સૂચનાઓ
- જરૂરી દસ્તાવેજો: ઉમેદવારોએ તમામ અસલ પ્રમાણપત્રો અને તેની સ્વ-પ્રમાણિત કરેલી નકલના બે સેટ સાથે લાવવાના રહેશે.
- હાજરી ફરજિયાત: નિયત કરેલ સ્થળ, સમય અને તારીખે હાજર રહેવું ફરજિયાત છે. જો કોઈ ઉમેદવાર ગેરહાજર રહેશે, તો તેમનો પસંદગી પરનો હક રદ થયેલો ગણાશે.
- અનામત કેટેગરીના ઉમેદવાર: જો SC/ST/SEBC કેટેગરીના ઉમેદવારે બિન અનામત જગ્યા પર પસંદગી મેળવી હોય, તો પણ તેમણે પોતાના જાતિના પ્રમાણપત્રની ચકાસણી કરાવવાની રહેશે.
- અપડેટ્સ માટે: નિમણૂક પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધીની સૂચનાઓ માટે નિયમિતપણે https://cos.gujarat.gov.in વેબસાઇટ જોતા રહેવું.

તમામ ઉમેદવારોને વિનંતી છે કે તેઓ પોતાનો મેરિટ ક્રમ ચકાસીને ઉપર આપેલા સમયપત્રક મુજબ તમામ જરૂરી દસ્તાવેજો સાથે સમયસર હાજર રહે.