ગુજરાતમાં પરીક્ષાની સીઝન આવવાની
ગુજરાત બોર્ડની ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહી છે. જે 13 માર્ચ સુધી ચાલશે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર અપલોડ છે. ચાલુ વર્ષે 15 દિવસ વહેલી પરીક્ષાનું આયોજન છે. ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય 10થી 1.15 અન ધોરણ-12નો સમય 3થી 6.15 સુધીનો રહેશે. ઉપરાંત 23 માર્ચે ગુજકેટની પરીક્ષા યોજાશે.
