ગણિત વિજ્ઞાન પ્રદર્શનના આયોજન કરવા બાબતનો લેટેસ્ટ પરિપત્ર

વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2025-26 (બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન) ની જાહેરાત

​ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT), ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનના આયોજનની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રદર્શન શાળા કક્ષાથી શરૂ થઈને રાજ્ય કક્ષા સુધી યોજાશે.

​વિદ્યાર્થીઓ અને શાળાઓ માટેની તમામ જરૂરી વિગતો નીચે મુજબ છે.

મુખ્ય વિષય (Main Theme)

  • STEM for Viksit and Atmanirbhar Bharat (વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ).

પેટા વિષયો (Sub-themes)

​વિદ્યાર્થીઓ નીચે આપેલા પેટા વિષયો પર આધારિત કૃતિ/મોડેલ તૈયાર કરી શકશે:

  1. ​ટકાઉ ખેતી (Sustainable agriculture).
  2. ​કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો (Waste Management and alternatives to plastics).
  3. ​હરિત ઉર્જા (Green Energy).
  4. ​વિકસતી/નવીન ટેકનોલોજી (Emerging technology).
  5. ​મનોરંજક સંબંધિત ગાણિતિક મોડેલિંગ (Recreational mathematical modelling).
  6. ​આરોગ્ય અને સ્વચ્છતા (Health and Hygiene).
  7. ​જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન (Water conservation and Management).

ખાસ સૂચનાઓ

  • કોઈ સ્પર્ધા નહીં: આ પ્રદર્શનમાંથી સ્પર્ધાના તત્વને દૂર કરવામાં આવ્યું છે, એટલે કે કૃતિઓને નંબર આપવાના રહેશે નહીં.
  • પ્રોત્સાહન: ભાગ લેનાર તમામને પ્રોત્સાહનરૂપે સર્ટિફિકેટ, સ્મૃતિચિહ્ન કે પુસ્તક આપી શકાય છે.
  • ૧૦૦% ભાગીદારી: CRC અને SVS કક્ષાના પ્રદર્શનમાં ૧૦૦ ટકા શાળાઓ ભાગ લે તેવું આયોજન કરવા સૂચના અપાઈ છે.
  • જાહેર જનતા માટે: તાલુકા અને ઝોન કક્ષાએ પ્રદર્શન બીજા દિવસે સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ સુધી શાળાઓ અને જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.

Updated: August 31, 2025 — 9:05 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *