ખેલ સહાયક બનવા માટે આજથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક બનવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં ખેલ સહાયક બનવા શનિવારથી ઓનલાઈન અરજી માટેની કામગીરી શરૂ થશે અને 7 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. ખેલ સહાયક માટેની વયમર્યાદા 38 વર્ષની રાખવામાં આવી છે અને પસંદ થનારા ઉમેદવારોને માસિક રૂપિયા 21 હજારનું ફિક્સ મહેનતાણું ચૂકવવામાં આવશે. ખેલ સહાયક બનવા માટે માત્ર ઓનલાઈન અરજી જ સ્વીકારવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક યોજના માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત ખેલ સહાયકની ભરતી માટે કાર્યવાહી હાથ ધરવાનું નક્કી કરાયું છે. ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક યોજના માટે શિક્ષણ વિભાગના ઠરાવની જોગવાઈ મુજબ શાળા કક્ષાએ કરાર આધારિત ભરતી માટે પસંદગી યાદી

તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવાનું આયોજન કરાયું છે.

ખેલ સહાયક બનવા માટે 38 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં ખેલ સહાયક બનનારને માસિક રૂપિયા 21 હજાર ફિક્સ મહેનતાણું ચૂકવવામાં આવશે. ખેલ સહાયક માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ 7 માર્ચ, 2025 સુધીની રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી વેબસાઇટ પર જઈ કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબસાઈટ પર મૂકેલી જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણાં અંગેની સૂચનાઓ તથા માર્ગદર્શિકા વાંચી લેવાની રહેશે.

 

ખેલ સહાયક માટેની અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. તદઉપરાંત આવી મોકલેલી અરજીઓ માન્ય ગણાશે નહીં તેવી પણ સ્પષ્ટતા

કરવામાં આવી છે. ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલી અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફસ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. ખેલ સહાયક બનવા માટે ઓનલાઈન અરજીની કાર્યવાહી શનિવારથી શરૂ થશે અને 7 માર્ચ સુધી અરજી કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

Updated: March 1, 2025 — 2:34 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *