ખેતીના ભારે સાધનો (ટ્રેક્ટર ઘટક) ની ખરીદી માટે ખેડૂતોને નાણાકીય સહાય આપવાની યોજનાને વહીવટી મંજૂરી આપવા બાબત

ખેતીના ભારે સાધનો (ટ્રેક્ટર ઘટક) ની ખરીદી માટે ખેડૂતોને નાણાકીય સહાય આપવાની યોજનાને વહીવટી મંજૂરી આપવા બાબત

ચાલુ બાબત, વર્ષ ૨૦૨૩-૨૪

એજીઆર-૫૦, ખેતીના ભારે સાધનો(ટ્રેક્ટર ઘટક)ની ખરીદી માટે ખેડૂતોને નાણાકીય સહાય આપવાની યોજનાને વહીવટી મંજૂરી આપવા બાબત

ગુજરાત સરકાર,

કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ઠરાવ ક્રમાંકઃ ACD/KAS/e-file/2/2022/2434/K5 તા.૦૯/૦૫/૨૦૨૩

સચિવાલય, ગાંધીનગર.

વંચાણે લીધા :-

(૧) કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગનો ઠરાવ ક્રમાંક:બજટ-૧૦-૨૦૨૧-૧૦૮૨-૬.૫,

તા:૨૯/૦૮/૨૦૨૨ (૨) ખેતી નિયામકની કચેરીનો પત્ર ક્રમાંક: DOA/0176/04/2023 Dt: 10-04-2023

પ્રસ્તાવના:-

એજીઆર-૫૦,ખેતીના ભારે સાધનો(ટ્રેક્ટર ઘટક)ની ખરીદી માટે ખેડૂતોને નાણાકીય સહાય આપવા માટેની યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં મંજૂર થયેલ રૂ.૧૫૮.૦૦ કરોડને વહીવટી મંજૂરી આપવા માટે ખેતી નિયામકની કચેરીના વંચાણે લીધેલ પત્ર ક્રમાંક (૨) થી કરેલ દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

ઠરાવ:-

પુખ્ત વિચારણાને અંતે, વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન એજીઆર-૫૦, ખેતીના ભારે સાધનો(ટ્રેક્ટર ઘટક)ની ખરીદી માટે ખેડૂતોને નાણાકીય સહાય આપવાની ચાલુ યોજના માટે મંજૂર થયેલ બજેટ જોગવાઇ રૂ.૧૫૮.૦૦ કરોડ(અંકે રૂપિયા એકસો અઠાવન કરોડ)નો ખર્ચ કરવાની વહીવટી મંજૂરી આપવાનું નીચેની શરતોને આધીન આથી ઠરાવવામાં આવે છે.

(૧)આ યોજના હેઠળ નિયત થયેલ લાભાર્થીઓની મર્યાદામાં જ તેમજ અંદાજપત્રિય જોગવાઇની મર્યાદામાં જ સહાય ચુકવવાની રહેશે. કોઇપણ સંજોગોમાં આ યોજના હેઠળ નિયત નાણાકિય મર્યાદા (રૂ.૧૫૮૦૦,૦૦/- લાખ) અને ભૌતિક લક્ષ્યાંક (૩૨૯૦૦)(ટ્રેકટર ઘટક) વધે નહીં તે મુજબનું આયોજન કરવાની તકેદારી રાખવાની રહેશે.

(૨) આ યોજનાનો અમલ સંબધીત જિલ્લાના સંયુક્ત ખેતી નિયામક(વિસ્તરણ) મારફતે કરવાનો રહેશે.

Updated: May 13, 2023 — 6:50 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *