ખેડૂતોની માંગ પર રાજકોટમાં કૃષિમંત્રી રાઘવજી પટેલનું જગતના તાતને રાહત આપતું નિવેદન

ખેડૂતોની માંગ પર રાજકોટમાં કૃષિમંત્રી રાઘવજી પટેલનું જગતના તાતને રાહત આપતું નિવેદન

ખેડૂતોને શિયાળામાં ત્રણ તબક્કામાં દિવસે વીજળી મળશે,

ગુજરાતમાં ઠંડીની સિઝન શરૂ થવાની સાથે જ હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સરકારે દિવસની લાઈટની જાહેરાત તો કરી હતી પરંતુ ઘણા ગામડાઓમાં રાત્રે લાઇટ આવે છે. ત્યારે કડકડતી ઠંડીમાં પણ જગતના તાતે રાત્રિના પાણી વાળવા મજબૂર થવું પડે છે. જેથી આવા વિસ્તારોમાંના ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા ઠંડીની ઋતુમાં દિવસે લાઈટ આપવામાં આવે. આ સમસ્યા અંગે રાજકોટમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું હતું, રવિ સીઝનમાં દિવસે વીજળી આપવાનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયું છે. પ્રથમ તબક્કામાં
જંગલ વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોને લાભ મળશે. જંગલ વિસ્તારમાં જંગલી જંગલવિસ્તારનેપ્રાધાન્ય અપાશે પશુઓને વધારે ડર રહેતો હોય છે.

 

તેથી જંગલ વિસ્તારને પ્રાધન્ય અપાશ અને ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે બીજા ફેઝનું કામ ચાલુ છે
ત્રણ તબક્કામાં દિવસે વીજળી આપવા નિર્ણય કરવામાં આવશે. રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને આજે હેમુ ગઢવી હોલ ખાતે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશનલ કંપની લીમીટેડ દ્વારા કેશ ક્રેડીટ કેમ્પ અને લોન વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો તો. આ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત દીનદયાળ અંત્યોદય યોજનાના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ 297 સ્વ સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે રૂ.4 કરોડ 45 લાખ 50 હજારની ૨કમના ચેક લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. જેનો સ્વ સહાય જૂથોની 2500થી વધુ મહિલાઓને સહ્યયનો લાભ આપવામાં આવ્યો હતો.

 


પણ ખેડૂત છું પણ રાત્રે પાણી વાળ્યું છે મેં કૃષિ રાઘવજી પટેલે કડકત ઠંડીમાં ખેડૂતોને રાત્રે વીજળી આપવા મુદ્દે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, હું પણ ખેડૂત છું મેં પણ રાત્રે પાણી વાળ્યા છે. રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી માટે પૂરતા પ્રયત્નો કરાઈ રહ્યા છે. ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે બીજા ફેઝનું કામ ચાલુ છે. રવિ સીઝનમાં ખેડૂતોને દિવસે વીજળી આપવા પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયું છે. પ્રથમ તબક્કામાં જંગલ વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. જંગલ વિસ્તારમાં જંગલી જનાવરનો પણ ડર રહેતો હોય છે. તેથી ત્રણ

તબક્કામાં દિવસે વીજળી આપવા નિર્ણય કરવામાં આવશે.
જગતનો તાત ગુજરાન ચલાલવા જીવનાં જોખમે રાત્રે પિયત કરવા મજબુર
ઉલ્લેખનીય છે કે, ગુજરાતાન અનેક જિલ્લાના ખેડૂતોને દિવસે પાણી ન મળતું હોવાથી રાત્રિ દરમિયાન ખેતરમાં પિયત કરવા જવું પડે છે. અને આ કડકડતી ઠંડીમાં ખેડૂત માટે પિયત કરવું એ જોખમી પણ સાબિત થઈ રહ્યું છે પરંતુ જગતનો તાત પોતાના પરિવારનું ગુજરાન ચલાલવા માટે જીવનાં જોખમે રાત્રી દરમિયાન પિયત કરવા મજબુર બન્યો છે. ત્યારે સરકાર દ્વારા દિવસે વિજળી આપવાના હકારાત્મક અભિગમથી રાજ્યના ખેડૂતોમાં આનંદ છવાઇ ગયો છે.

Updated: January 1, 2023 — 9:03 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *