ખાનગી સ્કૂલોમાં રાઈટ ટુ એજ્યુકેશન પ્રવેશ માટે 28મી થી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

વાલીઓએ જરૂરી પુરાવા સાથે 12મી માર્ચ સુધી વેબસાઇટ પરથી ફોર્મ અપલોડ કરવાનું રહેશે

ખાનગી સ્કૂલોમાં રાઈટ ટુ એજ્યુકેશન પ્રવેશ માટે 28મીથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

નવગુજરાત સમય > અમદાવાદ

રાજ્યની પ્રાઇવેટ સ્કૂલોમાં આર્થિક રીતે નબળા વાલીઓના સંતાનો અભ્યાસ કરી શકે તે માટે રાઈટ ટુ એજ્યુકેશન સ્ક્રીમ લાગુ કરવામાં આવી છે. ચાલુ વર્ષમાં આ સ્કીમ હેઠળ પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીઓ આગામી 28મી ફેબ્રુઆરીથી 12મી માર્ચ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. આ કેટેગરીમાં પ્રવેશ માટે ગ્રામ્ય વિસ્તારના વાલીઓની વાર્ષિક આવક રૂ.1,20,000 અને શહેરી વિસ્તારમાં રહેતા વાલીઓની વાર્ષિક આવક રૂ.1,50,000 અને 1લી જૂન સુધીમાં વયમર્યાદા 6 વર્ષ પૂરા થયા હોય તે જરૂરી છે.

રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે RTE હેઠળ દરેક પ્રાઈવેટ સ્કૂલમાં કુલ બેઠકના

25 ટકા બેઠકો પર આર્થિક રીતે નબળા વર્ગના વાલીઓના સંતાનોને પ્રવેશ આપવામાં આવે છે. આ સ્કીમમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓની 1લી જૂન 2025ના રોજ 6 વર્ષની વયમર્યાદા પૂરી થઇ હોવી જરૂરી છે. આ ઉપરાંત આ સ્કીમમાં પ્રવેશ માટે ક્યા પ્રકારના પુરાવાઓ જરૂરી છે તે સહિતની તમામ વિગતો વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે. વાલીઓએ ઓનલાઇન ભરેલું ફોર્મ કોઈ જગ્યાએ જમા કરાવવા જવાનું નથી. વાલીઓએ ફોર્મ ભરતી વખતે જે પુરાવાઓ માગવામાં આવ્યા છે તે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. વાલીઓ પ્રવેશ માટે જરૂરી પુરાવાઓ એકત્ર કરી શકે તે માટે અરજી કરવા માટે અંદાજે 15 દિવસ જેટલો સમય આપવામાં આવ્યો છે. રાઈટ ટુ

પ્રાઈવેટ સ્કૂલોમાં 25 ટકા બેઠકો પર પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીની વયમર્યાદા 1લી જૂનના રોજ 6 વર્ષ જરૂરી

એજ્યુકેશન માટે આવનારી કુલ અરજી પૈકી જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન દીકરી હોય તેમને સૌથી પહેલા અગ્રતાક્રમ આપવામાં આવશે. આ જ રીતે રાજ્ય સરકાર હસ્તકની આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો, અનુસુચિત જાતિ અને જનજાતિના બાળકો, સામાજિક

RTE

રીતે શૈક્ષણિક રીતે પછાત વર્ગના બાળકો અને જનરલ કેટેગરીમાં – બિન અનામત વર્ગના બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અનાથ બાળકો, બાલગૃહના બાળકો, મંદબુદ્ધિ, સેરબ્રલ પાલ્સી, શારીરિત વિકલાંગ, એન્ટિ રેટ્રોવાયરલ થેરાપી, ફરજ દરમિયાન શહીદ થયેલા પોલીસ- લશ્કરીદળના

જવાનોના બાળકો વગેરેને પણ પ્રવેશ માટે અગ્રતાક્રમ આપાવામાં આવતી હોય છે. પ્રવેશ મેળવવા માટે જન્મનો દાખલો, રહેઠાણ પુરાવા, કેટેગરી, આવકનો દાખલો, ઈન્કમટેક્સ રિર્ટન તથા ઇન્કમટેક્સ ભર્યો ન હોય તેવા કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવાનું સેલ્ફ ડિકેલેરેશન વગેરે ડોક્યુમેન્ટ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના રહેશે. મહત્વની વાત એ કે, ગત વર્ષે અંદાજે 43 હજાર જેટલી બેઠકો પર રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ માટેની કામગીરી કરવામાં આવી હતી. ભૂતકાળમાં આ સ્કીમ હેઠળ પ્રવેશ માટે મોટી સંખ્યામાં ફોર્મ ભરાતા હતા પરંતુ ઈન્કમટેક્સ રિટર્ન ફરજિયાત કરવામાં આવ્યા બાદ ફોર્મ ભરવાની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે.

Updated: February 20, 2025 — 7:24 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *