કેન્દ્રના ધોરણે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ૧૧ માસથી બાકી જુલાઈ ૨૦૨૨ થી ૪ % તથા જાન્યુઆરી ૨૦૨૩ થી ૪ % એમ કુલ ૮ % મોંઘવારી રોકડમાં ચૂકવવા બાબત.

જય ભારત સાથે ઉપરોક્ત વિષય તથા સંદર્ભ અન્વયે ખૂબ જ વ્યથિત થતાં સવિનય જણાવવાનું કે શિક્ષક તથા કર્મચારીઓના અભૂતપૂર્વ સમર્થન તથા જનચાહનાથી ઐતિહાસિક બહુમતી ધરાવતી સરકાર આપના નેતૃત્વમાં કાર્ય કરી રહી છે. રાષ્ટ્રહિતમાં કોરોના કાળમાં પ્રતિ ૬ માસે મળતા ત્રણ મોંઘવારી ભથ્થા ૧૮ માસ સુધી જતા કરી તથા એક દિવસનો પગાર કોરોના સહાયમાં સરકારને વિકટ પરિસ્થિતિમાં સાથ આપવા આપવામાં આવેલ. શહેરના પ્રવેશદ્વારો પર નાકાબંધી, સ્મશાન પર લાકડા વિતરણ, કોરોના સર્વે, હોસ્પિટલ પર નોંધણી, અનાજ વિતરણ તેમજ અન્ય તમામ પ્રકારની સરકાર દ્વારા સોંપવામાં આવેલ કામગીરી શિક્ષક કર્મચારીઓ દ્વારા જીવના જોખમે નિષ્ઠાપૂર્વક બજાવવામાં આવેલ. પરંતુ દુઃખ સાથે જણાવવું પડે છે.

કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ન બન્યું હોય તે રીતે છેલ્લા ૧૧ માસથી ચાર ચાર વખત સંગઠન દ્વારા લેખિતમાં રજૂઆત તથા માંગણી કરવા છતાં કેન્દ્રના ધોરણે જુલાઈ ૨૦૨૨ થી ૪ % તથા જાન્યુઆરી ૨૦૨૩ થી ૪ % મોંઘવારી એમ કુલ ૮ % મોંઘવારી ચૂકવવા કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

Updated: May 16, 2023 — 1:14 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *