કર્મચારી માટે ખાસ ક્યાં સુધી આવી શકે છે 8th Pay Commission?

સૂત્રો પ્રમાણે સાતમાં (7th Pay Commission)પગાર પંચની મર્યાદા ખતમ થઈ રહી છે. જલ્દી તેના માટે નવા પગાર પંચની રચના થશે અને સેલેરીનું રિવિઝન પણ કરવામાં આવશે.

 

કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવી રહ્યાં છે. લોકસભા ચૂંટણી બાદ કેન્દ્રીય કર્મચારીઓ માટે નવા પગાર પંચની (8th pay commission)  રચના કરવાની મંજૂરી મળી શકે છે. તાજેતરમાં સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. હવે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50 ટકા થઈ ગયું છે. પરંતુ સરકારે હજુ સુધી પગાર પંચની રચનાને લઈને કોઈ ચર્ચા કરી નથી. પરંતુ આશા કરવામાં આવી રહી છે કે આ વર્ષે સરકાર જબરદસ્ત ભેટ આપી શકે છે. સૂત્રો પ્રમાણે સાતમાં પગાર પંચની મર્યાદા ખતમ થઈ રહી છે. જલ્દી તે માટે પગાર પંચની રચના થશે અને સેલેરીનું રિવિઝન કરવામાં આવશે. સૂત્રો પ્રમાણે કર્મચારી યુનિયનની સતત વધતી માંગ વચ્ચે ફાઇલ તૈયાર કરવામાં આવી રહી છે. પરંતુ તે ક્યારે લાગૂ થશે તેની કોઈ ડેડલાઇન નથી. તો સરકાર તરફથી કોઈ ઔપચારિક જાણકારી તેના પર આપવામાં આવી નથી. જો આમ થાય તો કર્મચારીઓ માટે ખરેખર ખુશીના સમાચાર હશે.

 

પગારમાં થશે મોટો વધારો
સૂત્રો પ્રમાણે જો આઠમું પગાર પંચ આવે છે તો પગારમાં મોટો વધારો થશે. એટલું જરૂર કહી શકાય કે વાત આગળ વધી છે. સૂત્રો તે પણ જણાવે છે કે અત્યારે નવું પગાર પંચ ક્યારે આવશે કે નહીં તે કહેવું ઉતાવળ છે. કારણ કે તેની જવાબદારી પે કમીશનના અધ્યક્ષની હશે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી બાદ નવા પે કમીશનના અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે. તેની દેખરેખમાં કમિટીની રચના થશે અને ત્યારબાદ કયાં ફોર્મ્યુલાથી પગારમાં વધારો કરવામાં આવે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.

 

આ રીતે થાય છે ડીએની ગણતરી
મોંઘવારી ભથ્થું મહેનતાણુંનો એક અલગ ભાગ રહેશે. તેને FR 9(21) ના કાર્યક્ષેત્રમાં પગાર તરીકે ગણવામાં આવશે નહીં. મોંઘવારી ભથ્થાને કારણે 50 પૈસા અને તેનાથી વધુના બેલેન્સને આગળ વધારવામાં આવશે. તેના ઓછા અંશને હટાવી દેવામાં આવશે. મોંઘવારી ભથ્થાના બાકી પગારની ચુકવણી માર્ચ મહિનાની સેલેરીમાં કરવામાં આવશે. તે પહેલા આ પૈસા મળશે નહીં. આ આદેશ ડિફેન્સ સર્વિસ એસ્ટિમેટમાંથી પગાર લેતા કર્મચારીઓ પર પણ લાગૂ થશે. સશસ્ત્ર દળ કર્મીઓ અને રેલવે કર્મચારીઓના સંબંધમાં ક્રમશઃ રક્ષા મંત્રાલય અને રેલ મંત્રાલય અલગ-અલગ આદેશ જારી કરશે.

 

ક્યાં સુધી આવી શકે છે 8th Pay Commission?

સૂત્રો પ્રમાણે આઠમાં પગાર પંચની રચના વર્ષ 2024માં થવી જોઈએ. તેના દોઢ વર્ષની અંદર લાગૂ કરી શકાય છે. એક્સપર્ટ પ્રમાણે આમ થવા પર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં જોરદાર વધારાની આશા છે. સાતમાં પગાર પંચના મુકાબલે આઠમાં પગાર પંચમાં ઘણા ફેરફાર સંભવ છે. ફિટમેન્ટ ફેક્ટરને લઈને કેટલાક ફેરફાર થઈ શકે છે. નોંધનીય છે કે સરકાર 10 વર્ષમાં એક વખત પગાર પંચની રચના કરે છે.
Updated: March 17, 2024 — 6:34 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *