કર્મચારીઓને મળશે DA ના સમાચાર 31 જુલાઈએ ફાઈનલ થઈ જશે DA Hike

 7th Pay Commission: ચોમાસાની સીઝનમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં મેઘરાજા મહેરબાન છે. આ સીઝનમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે પણ ખુશખબર આવવાની છે. એમ કહીએ કે મોનસૂન ગિફ્ટ મળવાની છે. હકીકતમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (dearness allowance)નો નવો નંબર આ મહિને આવવાનો છે. તેનાથી ફાઈનલ થઈ જશે કે આગામી છ મહિના માટે તેને કેટલું મોંઘવારી ભથ્થું મળશે. વર્તમાનમાં કેન્દ્રીય કર્મચારીઓને (Central government employees)42 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. હવે 1 જુલાઈ 2023થી મળનારા ડીએનો AICPI ઈન્ડેક્સ નંબર 31 જુલાઈએ આવશે. તે મોંઘવારી ભથ્થાની ગણતરી કરવાાનો ફાઈનલ નંબર હશે. વર્તમાનમાં જે આંકડો આવ્યો છે તેનાથી સ્પષ્ટ છે કે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો થઈ શકે છે. આ વધારો સાતમાં પગાર પંચની ભલામણો પ્રમાણે થશે.

AICPI ઈન્ડેક્સથી નક્કી થશે મોંઘવારી ભથ્થું
માર્ચ 2023માં સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો. જેમાં 4 ટકાનો વધારો જોવા મળ્યો હતો. હવે પછીનું રિવિઝન જુલાઈ 2023થી થવાનું છે. પરંતુ, સપ્ટેમ્બરના અંતમાં અથવા ઓક્ટોબરમાં તેની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. મોંઘવારી ભથ્થામાં સુધારો એઆઈસીપીઆઈ ઈન્ડેક્સ પર આધાર રાખે છે, આ ઈન્ડેક્સ જેટલી ઝડપથી વધે છે, તેટલી ઝડપથી મોંઘવારી ભથ્થું (ડીએ હાઈક) પણ વધે છે. અત્યાર સુધીના આંકડા જાન્યુઆરી 2023 થી મે 2023 સુધીના આવ્યા છે.

કેટલું વધશે મોંઘવારી ભથ્થું (DA Hike)?
મે 2023ના AICPI ઇન્ડેક્સના ડેટા અનુસાર મોંઘવારી ભથ્થું 45.58 ટકા પર પહોંચી ગયું છે. ઈન્ડેક્સ 134.7 પોઈન્ટ પર છે. જેમાં 0.50 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. પરંતુ, જૂનના આંકડા હજુ આવવાના બાકી છે. જો જૂનમાં ઇન્ડેક્સ ન વધે અથવા ઇન્ડેક્સમાં થોડો વધારો થાય તો પણ જુલાઈ 2023થી કેન્દ્ર સરકારના કર્મચારીઓને 46 ટકા મોંઘવારી ભથ્થું મળશે. વાસ્તવમાં, મોંઘવારી ભથ્થું રાઉન્ડ ફિગરમાં ચૂકવવામાં આવે છે. જો ઇન્ડેક્સ નંબર 45.50 હોત તો મોંઘવારી ભથ્થું 45 ટકા વધ્યું હોત. પરંતુ, મે મહિનામાં જ ઇન્ડેક્સ 45.58 ટકા પર પહોંચી ગયો છે. તે પુષ્ટિ છે કે મોંઘવારી ભથ્થું ઓછામાં ઓછું 4 ટકા વધશે.

 

31 જુલાઈએ આવશે ફાઇનલ નંબર
જૂન 2023 માટે AICPI ઈન્ડેક્સના નંબર્સ 31 જુલાઈની સાંજે જાહેર થશે. આ છ મહિના માટે છેલ્લા નંબર હશે. જાન્યુઆરીથી જૂન AICPI ઈન્ડેક્સના નંબર્સથી નક્કી થાય છે જુલાઈમાં મોંઘવારી ભથ્થું કેટલું વધશે. વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે. જુલાઈથી ડિસેમ્બર્સના નંબરના આધાર પર જાન્યુઆરીથી લાગૂ થનાર મોંઘવારી ભથ્થું નક્કી થાય છે.

ટ્રેન્ડથી થઈ ગયું સ્પષ્ટ
સાતમાં પગાર પંચ (7th Pay Commission) પ્રમાણે જુલાઈ 2023માં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો નક્કી છે. તેની પુષ્ટિ છેલ્લા પાંચ મહિનોનો ટ્રેન્ડ કરી રહ્યો છે. પ્રાઇઝ ઇન્ડેક્સ રેશ્યો પ્રમાણે દર મહિને 0.65 પોઈન્ટ ઈન્ડેક્સ વધ્યો છે. જો તમે ટ્રેન્ડ જુઓ તો જાન્યુઆરીમાં જે નંબર  43.08 ટકા હતો, તે વધીને 46.39 ટકા સુધી પહોંચી શકે છે. પરંતુ એટલું ન વધે તો મે ઈન્ડેક્સ પ્રમાણે 45.58 ટકા સ્કોર પહોંચી ગયો છે. તેનાથી સ્પષ્ટ છે કે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થશે.

Updated: July 18, 2023 — 8:35 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *