7th Pay Commission: 1…2 નહીં પૂરી 3-3 ગિફ્ટ મળશે આ વખતે કેન્દ્રીય કર્મચારીઓને,
7th Pay Commission: વર્ષ 2024 કેન્દ્રીય કર્મચારીઓ માટે સુવર્ણમય સાબિત થવાનું છે. એક તો આ વર્ષે લોકસભા ચૂંટણી પણ છે તેવામાં પહેલા 3 મહિનામાં કર્મચારીઓને એક સાથે અનેક ખુશીના સમાચાર મળશે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ (Central govt employees) માટે આગામી ત્રણ મહિના ખૂબ ખુશીઓ લઈને આવશે. કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓને એક કે બે નહીં 3-3 ભેટો આપશે. પરિણામે કેન્દ્રીય કર્મચારીઓના પગાર (Salary)માં મોટો વધારો જોવા મળશે. આમ કેન્દ્રીય કર્મચારીઓ માટે વર્ષ 2024 ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે.
વર્ષના પ્રથમ છ મહિનામાં ઘણા મોટા ફેરફારો થશે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી (Loksabha elections) યોજાવા જઈ રહી છે, ત્યારે સરકાર કેન્દ્રીય કર્મચારીઓ પર સંપૂર્ણ ધ્યાન આપશે. જણાવી દઈએ કે, કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (DA) 50 ટકા હશે, આ અંગે મહોર લાગી ચુકી છે. હવે માત્ર તેની જાહેરાતની રાહ જોવાઈ રહી છે. DAની જાહેરાત થતાં જ કર્મચારીઓ માટે વધુ બે સારા સમાચાર કન્ફર્મ થઇ જશે.
- મોંઘવારી ભથ્થું (DA) વધશેઃ સૌથી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો થશે. જોકે, આ માટે કેન્દ્રીય કર્મચારીઓએ માર્ચ 2024 સુધી રાહ જોવી પડશે. જુલાઈથી ડિસેમ્બર 2023 સુધીના AICPI ઇન્ડેક્સ નંબરોએ કન્ફર્મ કર્યું છે કે હવે કેન્દ્રીય કર્મચારીઓને ઓછામાં ઓછું 50 ટકા મોંઘવારી ભથ્થું મળશે. નવેમ્બર AICPI ઇન્ડેક્સ નંબર આવી ગયા છે. ડિસેમ્બરના નંબર્સ હજુ બાકી છે. અત્યાર સુધીમાં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થઈ ચુક્યો છે. વર્તમાન DA દર 46 ટકા છે, જો AICPI ડેટા પર નજર કરીએ તો મોંઘવારી ભથ્થાનો સ્કોર 49.68 ટકા પર પહોંચી ગયો છે. ઈન્ડેક્સ હાલ 139.1 પોઈન્ટ પર છે.
- ટ્રાવેલ એલાઉન્સ (TA)માં વધારોઃ બીજી ભેટ ટ્રાવેલ એલાઉન્સના રૂપમાં હશે. DAમાં વધારા સાથે ટ્રાવેલ એલાઉન્સ (TA)માં પણ વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં ટ્રાવેલ એલાઉન્સને પે બેન્ડ સાથે જોડીને DAનો વધારો વધુ થઈ શકે છે. જણાવી દઈએ કે, ટ્રાવેલ એલાઉન્સને વિવિધ પે બેન્ડ સાથે જોડવામાં આવે છે. હાયર TPTA શહેરોમાં ગ્રેડ 1થી 2 માટે ટ્રાવેલ એલાઉન્સ રૂ. 1800 અને રૂ. 1900 છે. ગ્રેડ 3થી 8માં રૂ. 3600 + DA મળે છે. જ્યારે અન્ય સ્થળો માટે આ દર રૂ 1800 + DA છે.
- હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA)માં થશે રીવીઝનઃ કેન્દ્રીય કર્મચારીઓને ત્રીજી અને સૌથી મોટી ભેટ HRA એટલે કે હાઉસ રેન્ટ એલાઉન્સના રૂપમાં મળશે. જેમાં આગામી વર્ષે રિવિઝન થશે. HRAમાં રિવિઝનનો આગામી દર 3 ટકા હશે. નિયમો અનુસાર, જો મોંઘવારી ભથ્થું 50 ટકાને વટાવે તો તેમાં રીવીઝન કરવામાં આવશે. હાલમાં HRA 27, 24, 18 ટકાના દરે આપવામાં આવે છે. તે શહેરોની Z, Y, X શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યું છે. જો મોંઘવારી ભથ્થું 50 ટકા હશે, તો HRA પણ વધીને 30, 27, 21 ટકા થઇ જશે.
કેન્દ્રીય કર્મચારીઓને મળશે આ 3 ભેટઃ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો, ટ્રાવેલ એલાઉન્સમાં વધારો અને HRA રિવિઝન ત્રણેય આગામી વર્ષના માર્ચ સુધીમાં થઇ શકે છે. સામાન્ય રીતે સરકાર જાન્યુઆરીથી માર્ચમાં લાગુ પડતા મોંઘવારી ભથ્થાની જાહેરાત કરે છે. આવી સ્થિતિમાં માર્ચ 2024માં જ નક્કી થશે કે કેટલું મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. જો DA 50 ટકાને વટાવે છે, તો HRAમાં 3 ટકાનું રિવિઝન થશે. તે જ સમયે ગ્રેડ અનુસાર મુસાફરી ભથ્થામાં વધારો થઈ શકે છે.