કર્મચારીઓના ડીએમાં ચાર ટકા વધારો 46 ટકાથી વધીને 50 ટકા થઇ જશે.
કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં ચાર ટકાનો વધારો અને ઉજ્જવલા હેઠળ LPG સબસિડી એક વર્ષ લંબાવવા સહિતના મહત્વના નિર્ણયો લેવાયા
ચૂંટણીપૂર્વે કેન્દ્રીય કર્મીઓ, મહિલાઓ, ખેડૂતોને ભેટ લોકસભાની આગામી ચૂંટણી અગાઉ નરેન્દ્ર મોદી સરકારે લોકોને અનેક ભેટ- સોગાદો આપી છે. કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારો સહિત છ જેટલા નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે પીએમ ઉજ્જવલા સ્કીમ હેઠળ આપવામાં આવતી સબસિડીની સમયમર્યાદા એક વર્ષ માટે વધારી દીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડપણ હેઠળ આર્થિક બાબતો અંગેની કેબિનેટ કમિટીમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા કેન્દ્રીય । પિયૂષ ગોયલે કહ્યું હતું કે ઉજ્જવલા જના હેઠળ અપાતી (300ની સબસિડીની સમય મર્યાદા 31 માર્ચ 2025 સુધી જારી રાખવાની મંજૂરી અપાઇ છે. રાંધણ ગેસના 12 સિલિન્ડર સુધીની મર્યાદાનો લાભ 10 કરોડથી વધુ મહિલાઓને મળે છે.આ ઉપરાંત, કાચા શણના લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)માં પણ વધારો કરાયો છે. જેમાં પ્રતિ ક્વિન્ટલ 7285 વધારો કરાયો છે, જ્યારે એઆઇ મિશન હેઠળ 10,372 કરોડના ખર્ચથી ઇન્ડિયા એઆઇ મિશનને મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય કર્મચારીઓ માટે ડીએ ચાર ટકા વધારવામાં આવ્યું છે. પેન્શનધારકોના ડીયરનેસ રિલીફ (ડીઆર)માં પહેલી જાન્યુઆરીથી ચાર ટકા વધારાનો નિર્ણય કરાયો છે. કેન્દ્રીય મંત્રી ગોયલે ક્યું છે કે 49.18 લાખ કર્મચારીઓ અને 67.95 લાખ
પેન્શનધારકોને તેનો લાભ મળશે

ડીએમાં ચાર ટકા વધારાથી સરકારી તિજોરી પર દર વર્ષે 712,868.72 કરોડનો બોજ પડશે.ઉલ્લેખનીય છે કે સરકારે ગત વર્ષે ઓક્ટોબરમાં 14.2 કિલોગ્રામના 12 સિલિન્ડર સુધી સબસિડીની રકમ 5200થી વધારીને 300 કરી હતી. જેની મુદત 31 માર્ચે પૂરી થતી હતી. પરંતુ હવે તેમાં વધુ એક વર્ષનો વધારો કરાયો છે. જોકે ગરીબ મહિલાઓ માટે ડિપોઝિટ ફ્રી એલપીજી કનેક્શન્સ આપવા માટેની આ
મોદી સરકારના નિર્ણયો
» કેન્દ્રીય કર્મીઓનું ડીએ ચાર ટકા વધીને કુલ 50 ટકા થયું
» ઉજ્જવલા સ્કીમ એક વર્ષ માટે લંબાવાઈઃ 31 માર્ચ, 2025 સુધી એલપીજીમાં સબસિડી યોજનાની શરૂઆત મે 2016માં કરાઇ હતી, દેશમાં એઆઇ વિકાસને પ્રોત્સાહન આપવા માટે પાંચ વર્ષમાં 710,372 કરોડના ખર્ચ સાથે ઇન્ડિયા એઆઇ મિશનને બહાલી અપાઇ છે. જેના કારણે એઆઇ કેન્દ્રીય કર્મીઓનું ડીએ વધીને 50 ટકાએ પહોંચ્યું સેગમેન્ટ અને હાલમાં ચાલી રહેલા રિસર્ચને પ્રોત્સાહન મળશે.
એઆઇ ઇકોસિસ્ટમ ઊભી કરવા માટે વિવિધ હિતધારકોને 10,000 જીપીયુએસથી વધુની ક્ષમતા સાથેના સુપરકોમ્પ્યુટિંગ કેપેસિટી ઉપલબ્ધ કરાવાશે તેમ મંત્રીએ કહ્યું હતું. સરકારે 2024-25ની સીઝન માટે કાચા શણના લઘુત્તમ ટેકાનો ભાવ ક્વિન્ટલ દીઠ 7285 વધારી 15,335 કર્યો છે. ચાલુ વર્ષે સરકારે T524.32 કરોડના ખર્ચે 6.24 લાખથી વધુ ગાંસડી કાચા શણની પ્રાપ્તિ કરી છે. આનાથી આશરે 1.65 લાખ ખેડૂતોને લાભ થયો છે. હવે ટેકાના મૂલ્ય વધવાથી પૂર્વી ભારત ખાસકરીને પશ્ચિમ બંગાળના ખેડૂતોને લાભ થશે. સરકારે 10,037 કરોડની નવી ઔદ્યોગિક વિકાસ સ્કીમ (ઉન્નતિ)ને બહાલી આપી છે. ઉત્તર પૂર્વ વિસ્તારના રાજ્યોમાં ઉદ્યોગો અને રોજગાર સર્જનના વિકાસ માટે આ યોજનાની જાહેરાત કરાઇ છે.
–
કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં ચાર ટકા વધારાની સાથે જ ડીએનો હાલનો દર 46 ટકાથી વધીને 50 ટકા થઇ જશે. જો કોઇ કેન્દ્રીય કર્મચારીનું મૂળ વેતન ર18,000 હોય તો તેને વધારાના ચાર ટકા લેખે રેં720નો લાભ થશે. આમ, 50 ટકા ડીએ પ્રમાણે તેને રેં9000 મળશે. જો કોઇ કર્મચારીનો પગાર 725,000 છે તો તેના પગારમાં રેં1,000નો વધારો થશે. એવી જ રીતે 35,000નો મૂળ પગાર હોય તો તેમને દર મહિને 1,400 વધુ મળશે. જેમનો પગાર માસિક 52,000 છે તો તેમને ર્200નો વધારો મળશે. 50 ટકાના હિસાબે ડીએની રકમ ર0,000 થઇ જશે.
ફાઈટર જેટ પ્રોજેક્ટને ડિઝાઈન અને વિકસિત કરવાની યોજનાને મંજૂરી કેબિનેટની કમિટીએ ડીઆરડીઓ તરફથી એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટની પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઇટર જેટ પ્રોજેક્ટને ડિઝાઇન અને વિકસિત કરવાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આશરે 715,000 કરોડના પ્રોજેક્ટ હેઠળ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનની એરોનોટિકલ વિકાસ એજન્સી અન્ય વિવિધ ખાનગી અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓ સાથેની ભાગીદારીમાં સ્ટીલ્થ ફાઇટર જેટ અને તેના પ્રોજેક્ટોનો વિકાસ કરશે અને આશરે પાંચ વર્ષોમાં આશરે પાંચ પ્રોટોટાઇપ બનાવશે.
ગોવા વિધાનસભામાં એસટીની અનામતના વટહુકમને બહાલી કેબિનેટમાં ગોવા વિધાનસભામાં અનુસૂચિત જનજાતિને અનામત આપવા વટહુકમને પણ મંજૂરી અપાઇ છે. મંત્રી પિયૂષ ગોયલે કહ્યું છે કે હાલમાં ગોવા વિધાનસભામાં એસટી સમુદાય માટે કોઇ સીટ અનામત નથી. સમુદાયની માંગણીઓ વચ્ચે, કેબિનેટ ને અનુસૂિ જનજાતિની પ્રતિનિધિત્વ માટે પુનર્સમાયોજન યોજના, 2024 સ્વીકારી લીધી છે. આ જનગણના આયુક્તને ગોવામાં એસટીની વસતિને જાહેર કરવાનો અધિકાર આપશે.