મેરિટમાં આવેલા ધોરણ ના એક હજાર જેટલા વિદ્યાર્થીઓને એક હજારનોડિમાન્ડ ડ્રાફ્ટ અપાશે
આ વખતે શિષ્યવૃત્તિનો ડિમાન્ડ ડ્રાફ્ટ ધો.૧૨ના પરિણામ સાથે મોકલાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રખરતા શોધ કસોટી અંતર્ગત અપાતી શિષ્યવૃત્તિનો ડીમાન્ડ ડ્રાફ્ટ આ વખતે ધોરણ.૧૨ના પરિણામ સાથે સ્કૂલોમાં મોકલી અપાશે. જેથી સ્કૂલો દ્વારા જે-તે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો DD વિતરણ કરવાનો રહેશે. શિષ્યવૃત્તિ માટે પરીક્ષાના આધારે કુલ ૧ હજાર વિદ્યાર્થીનો મેરીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તમામ વિદ્યાર્થીઓને રૂ.૧ હજાર લેખે શિષ્યવૃત્તિ વિતરણ કરવામાં આવે છે.
ધોરણ.૯માં અભ્યાસ વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે પ્રખરતા
શોધ કસોટી યોજવામાં આવે છે. પ્રખરતા શોધ કસોટીમાં મેરીટના આધારે રાજ્યનાં ૧ હજાર વિદ્યાર્થીઓની યાદી પ્રસિદ્ધ કરવામાં આવતી હોય છે. મેરીટમાં આવનારા ૧ હજાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સ્કોલરશીપર આપવામાં આવે છે. આ પરીક્ષામાં બે પેપર હોય છે. જેમાં પ્રથમ ૧૦૦ ગુણના પેરમાં ૩૦ ગુણનું ગુજરાતી, અંગ્રેજીના ૩૦, સામાજિક વિજ્ઞાનના ૩૦ અને સામાન્ય જ્ઞાનના ૧૦ ગુણના પ્રશ્નો પુછવામાં આવે છે. આવી જ રીતે ૧૦૦ જ ગુણના બીજા પેપરમાં ગણિત ૪૦ ગુણનું, ૪૦ ગુણનું વિજ્ઞાન અને ૨૦ કરતાં ગુણના માનસિક ક્ષમતાના પ્રશ્નો પુછવામાં આવે છે. આખુય પેપર OMR પદ્ધતિથી પુછવામાં આવે છે.