આજે તારીખ ૨૬/૧૧/૨૦૨૪ ના દિવસે બંધારણ દિવસની ઉજવણી કરવા બાબત લેટર

ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, શિક્ષણ મંત્રાલય, ભારત સરકારના તા. ૨૧/૧૧/૨૦૨૪ ના પત્ર અન્વયે દર વર્ષે ૨૬ મી નવેમ્બરને બંધારણ દિવસ (સંવિધાન દિવસ) તરીકે ઉજવવામાં આવે છે. ભારતના બંધારણને અપનાવવાની યાદમાં અને ડૉ. બી.આર.આંબેડકરની અધ્યક્ષતામાં બંધારણ સભાની ડ્રાફ્ટિંગ કમિટીના યોગદાનને સન્માનિત કરવા અને સ્વીકારવા તથા બંધારણીય આદર્શો અને સિદ્ધાંતોને પુનઃપુષ્ટ કરવાનો પ્રસંગ પણ છે. ભારતીય બંધારણના ૭૫માં વર્ષની ઉજવણી એક વર્ષના સમયગાળા માટે કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન શાળાઓ દ્વારા તા. ૨૬મી નવેમ્બર ૨૦૨૪ થી તા. ૨૬મી જાન્યુઆરી ૨૦૨૫ સુધી નીચે મુજબની પ્રવૃત્તિઓનું આયોજન કરવાનું રહેશે.

(৭) તમામ પ્રાથમિક શાળાઓમાં તા. ૨૬/૧૧/૨૦૨૪ ના રોજ સવારની પ્રાર્થનામાં વિદ્યાર્થીઓને બંધારણના મહત્વથી વાકેફ કરવા.

(૨) મહાનુભાવોને આમંત્રિત કરીને વાર્તાલાપ/ચર્ચા/સેમિનાર યોજવા.

(3) ચિત્ર/પોસ્ટર મેકિંગ/ક્રાફ્ટ સ્પર્ધાઓનું આયોજન કરવું.

(४) બંધારણના મૂળભૂત સિધ્ધાંતો તેમજ આદર્શો અંગે ચર્ચા કરવી.

(५) શેરી નાટકો, પ્રભાત ફેરી વગેરે જેવી સમુદાય જાગૃતિની પ્રવૃત્તિઓ કરવી.

(5) સેલ્ફી પોઈન્ટ જેવા વિદ્યાર્થીઓ સાથે જોડાવાની સર્જનાત્મક રીતો, માનવ રચના, ગીતો વગેરે.

(৩) ૧૨મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ ભારત મંડપમ, દિલ્હી ખાતે ઉજવવામાં આવશે (ક્વિઝ સ્પર્ધામાંથી પસંદ કરાયેલ વિજેતાને PM સાથે સામ-સામે વાતચીત કરવાની તક મળશે)

(८) પ્રવૃત્તિઓ અને જિયો-ટેગ ધરાવતા ફોટોગ્રાફ્સ અપલોડ કરવા માટે Google ટ્રેકર શેર કરવામાં આવશે.

(৫) શાળાઓ અને રાજ્ય વહીવટીતંત્ર #બંધારણ દિવસ પોસ્ટ કરીને અને MOE ને ટેગ કરીને ફોટા

સોશિયલ મીડિયા પર શેર કરી શકે છે.

(૧૦) PM-eVidya પ્લેટફોર્મ પર બંધારણ દિવસ પર એક વીડિયો વિભાગ દ્વારા અપલોડ કરવામાં આવશે. જે તમામ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને બતાવવાનો રહેશે.

(૧૧) MyGov પોર્ટલ પર ક્વિઝ અપલોડ કરવામાં આવશે જેથી તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, શિક્ષણ સંચાલકોને MyGov પોર્ટલ પર લૉગિન કરી ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાના રહેશે. તા. ૨૬/૧૧/૨૦૨૪ ના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવા બાબતે આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓમાં ઉકત જણાવેલ પ્રવૃત્તિઓ કરવાની રહેશે.

 

Updated: November 26, 2024 — 8:05 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *